રાજકોટમાં ગણેશ ડેરી ફાર્મમાં ૧૪૦ કિલો વાસી માવો મળ્યો
રાજકોટમાં ગણેશ ડેરી ફાર્મમાં ૧૪૦ કિલો વાસી માવો મળ્યો
Published on: 30th August, 2026

રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા ગણેશ ડેરી ફાર્મમાં તપાસ દરમિયાન ૧૪૦ કિલો અખાદ્ય અને વાસી માવો મળી આવ્યો હતો, જેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો અને ₹૩૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો. આ ઉપરાંત, હિરેન પરફ્યુમરી વર્ક્સમાંથી પાન મસાલા માટે વપરાતા ફ્લેવર્ડ પાવડરના નમૂના લેવામાં આવ્યા છે, કારણ કે તેમાં ઝેરી કેમિકલ્સ હોઈ શકે છે. ડોમિનોઝ પીઝા, મહાદેવ ફરસાણ, કિસન ફરસાણ અને ભગીરથ ફરસાણ જેવી જગ્યાઓ પર પણ વાસી પદાર્થો મળી આવ્યા હતા. રેસ્ટોરન્ટ્સ અને હોસ્ટેલને પણ હાઈજેનિક કન્ડીશન જાળવવા માટે નોટિસ આપવામાં આવી છે.