નવી નોકરીમાં કંપની કર્મચારીને ફાયર કરી શકે?
નવી નોકરીમાં કંપની કર્મચારીને ફાયર કરી શકે?
Published on: 02nd October, 2026

નવી નોકરીમાં પ્રોબેશન પીરિયડ એ કર્મચારીના કામ, વર્તન અને ટીમ સાથેના તાલમેલને પરખવાનો સમય છે. જો કર્મચારીનું પ્રદર્શન કંપનીની અપેક્ષાઓ મુજબ ન હોય, તો કંપની 'અપોઇન્ટમેન્ટ લેટર'ની શરતો મુજબ તેને નોકરીમાંથી મુક્ત કરી શકે છે. આ દરમિયાન નોટિસ આપવી કે નહીં તેનો આધાર પણ લેટરમાં લખેલી શરતો પર રહેલો છે. કર્મચારીને સુટેબિલિટી, સમયસરતા અને એકંદર વર્તન જેવા પાસાઓ પર પણ મૂલ્યાંકન કરાય છે. જ્યાં સુધી લેખિત 'કન્ફર્મેશન લેટર' ન મળે ત્યાં સુધી નોકરી આપોઆપ પાકી ગણાતી નથી. કંપની પ્રોબેશન પીરિયડ લંબાવી પણ શકે છે.