સિહોરમાં હડકાયા કૂતરાનો આતંક
સિહોરમાં હડકાયા કૂતરાનો આતંક
Published on: 23rd September, 2026

સિહોર શહેરમાં હડકાયા કૂતરાનો ત્રાસ વધ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ હડકાયા કૂતરાએ 6 થી વધુ લોકોને બચકા ભર્યા હતા, જેના પગલે દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કૂતરાનો આતંક સ્પષ્ટપણે દેખાય છે. સ્થાનિકો દ્વારા તંત્રને કૂતરાને પકડીને લોકોની સુરક્ષા માટે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.