અરવલ્લીમાં નિઃશુલ્ક સ્વરોજગાર તાલીમ કાર્યક્રમનું આયોજન
અરવલ્લીમાં નિઃશુલ્ક સ્વરોજગાર તાલીમ કાર્યક્રમનું આયોજન
Published on: 14th October, 2026

અરવલ્લી જિલ્લામાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બેરોજગાર યુવાનો માટે નિઃશુલ્ક તાલીમ કાર્યક્રમ શરૂ કરાયો છે. મોડાસા તાલુકા પંચાયત કેમ્પસમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દરજીકામ, ફોટોગ્રાફી, ડેરી ફાર્મિંગ, સુથારીકામ સહિત 39 વ્યવસાયોની તાલીમ અપાય છે. આ તાલીમનો ઉદ્દેશ્ય યુવાનોને રોજગારી કે સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો છે, જેમાં હાલ 200 તાલીમાર્થીઓ લાભ લઈ રહ્યા છે.