Menu
વડોદરા રક્ષિત કાંડઃ પોલીસે 12 લોકોના નિવેદન નોંધી દાખલ કરી ચાર્જશીટ, ગાડી 140 કિમી/કલાક ઝડપે દોડતી હોવાનો ખુલાસો થયો
વડોદરા રક્ષિત કાંડઃ પોલીસે 12 લોકોના નિવેદન નોંધી દાખલ કરી ચાર્જશીટ, ગાડી 140 કિમી/કલાક ઝડપે દોડતી હોવાનો ખુલાસો થયો
Published on: 10th June, 2025

વડોદરામાં 13 માર્ચની રાત્રે રક્ષિત ચોરસિયાએ રાત્રે નશો કરી ફોક્સવેગન કાર પ્રતિ કલાક 140 કિલોએમીટરની ઝડપે દોડાવી હતી. આમ્રપાલી રોડ પાસે આ કારે એકસાથે 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ ગંભીર અકસ્માતની શક્યતાઓ અને કારણોની તપાસ માટે કારેલીબાગ પોલીસે 12 લોકોના નિવેદન લીધા પછી ચાર્જશીટ તૈયાર કરી છે, અને આ મામલાને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.