Menu
વડોદરાના હોમ ઇન્ટિરિઓના સંચાલકની ફર્નિચરના કામમાં છેતરપિંડી બદલ ધરપકડ
વડોદરાના હોમ ઇન્ટિરિઓના સંચાલકની ફર્નિચરના કામમાં છેતરપિંડી બદલ ધરપકડ
Published on: 10th June, 2025

વડોદરામાં ફ્લેટમાં ફર્નિચર બનાવવાનો કોન્ટ્રાક્ટ લઈને છેતરપિંડી કરનાર હોમ ઇન્ટિરિઓના સંચાલક હેરીન પંચાલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગાંધીનગરના સરગાણા સ્થિત ફ્લેટ માલિકે સોશિયલ મીડિયા પર હોમ ઇન્ટિરિઓની સાઇટમાંથી સંપર્ક કર્યો હતો. હેરીંએ 8.80 લાખના કોન્ટ્રાક્ટ હેઠળ ફર્નિચર બનાવવા માટે 2.41 લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા, પરંતુ કામ પૂરું ન કરી હોય એ મુદ્દે ફરિયાદ નોંધાઇ હતી.