Menu
1 જુલાઈથી બદલાશે HDFC અને ICICIના ક્રેડીટકાર્ડ નિયમો, તમારા ખિસ્સા પર કેવી અસર થશે?
1 જુલાઈથી બદલાશે HDFC અને ICICIના ક્રેડીટકાર્ડ નિયમો, તમારા ખિસ્સા પર કેવી અસર થશે?
Published on: 05th June, 2025

HDFC અને ICICI બેંકો 1 જુલાઈથી તેમના ક્રેડીટ કાર્ડ અને બેન્કિંગ સેવાઓના ચાર્જ વધારી રહ્યાં છે. દેશમાં ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ આ વધારાનું ચાર્જ તમારા ટ્રાન્ઝેક્શન ખર્ચમાં વધારો કરી શકે છે. ખાસ કરીને ઓનલાઈન ગેમિંગ, ડિજિટલ વૉલેટ અને યુટિલિટી પેમેન્ટ માટે નવા ચાર્જ લાગુ થઈ રહ્યા છે. બેંકોએ આ ફેરફારો વિશે સત્તાવાર રીતે તેમના ગ્રાહકોને જાણ કરી દીધી છે. આ બદલાવ તમારા વીતેલા ખર્ચ પર સીધો અસર કરશે.