માધવપુર ઘેડના મેડિકલ સ્ટોર્સ ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં સજ્જડ બંધ!
માધવપુર ઘેડના મેડિકલ સ્ટોર્સ ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં સજ્જડ બંધ!
Published on: 25th May, 2026

સૌરાષ્ટ્ર અને કચ્છ મેડિકલ એસોસિએશનના ઓનલાઇન ફાર્મસીના વિરોધના એલાનને પગલે માધવપુર ઘેડના મેડિકલ સ્ટોર્સમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સ્થાનિક કેમિસ્ટોએ વેપાર-ધંધા સ્વયંભૂ બંધ રાખીને આંદોલનને ટેકો આપ્યો. દર્દીઓની સુવિધા માટે ડ્રગ ઓફિસની સૂચનાથી માત્ર એક મેડિકલ સ્ટોર ખુલ્લો રાખવામાં આવ્યો હતો. વી. કે. શાહ મેડિકલ, હરે કૃષ્ણા મેડિસિન્સ સહિત અનેક સ્ટોર્સે બંધ રાખી વિરોધ નોંધાવ્યો. આ લડત સ્વાસ્થ્ય સુરક્ષા માટે હોવાનું જણાવી, સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરાઈ.