ઊંચા ફુગાવાને કારણે RBI વ્યાજ દરમાં વધારો કરશે?
ઊંચા ફુગાવાને કારણે RBI વ્યાજ દરમાં વધારો કરશે?
Published on: 17th September, 2026

વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ફુગાવો ૬ ટકાની મર્યાદા વટાવી જવાની શકયતા છે. આ સ્થિતિને પહોંચી વળવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ઓક્ટોબર અને ડિસેમ્બરની બેઠકોમાં રેપો રેટમાં કુલ ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. પશ્ચિમ એશિયા યુદ્ધ અને અલ નિનોની અસરને કારણે ક્રુડ તેલના ભાવ વધ્યા છે અને અનાજ ઉત્પાદન પર અસરની ચિંતા છે, જે ફુગાવાને વેગ આપશે. ખાદ્ય પદાર્થો, ખાસ કરીને ડુંગળી, ખાદ્ય તેલ અને ખાંડના ભાવ તહેવારોની મોસમ પહેલા વધ્યા છે, જેના કારણે ફુગાવો ૬ ટકાને પાર કરી શકે છે.