NRI મિલકત ખરીદી સરળ, 1 ઓક્ટોબરથી નવો નિયમ
NRI મિલકત ખરીદી સરળ, 1 ઓક્ટોબરથી નવો નિયમ
Published on: 24th September, 2026

બિન નિવાસી ભારતીય (NRI) પાસેથી મિલકત ખરીદનારાઓ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરી છે. હવેથી NRI પાસેથી મિલકત ખરીદનારાઓએ અલગથી TAN-TDS એકાઉન્ટ નંબર લેવાની જરૂર પડશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા આ નવી જોગવાઈ 1 ઓક્ટોબરથી અમલમાં મૂકવામાં આવશે. આ ફેરફારથી મિલકત ખરીદ્યા પછીની પ્રક્રિયાઓ અને કાગળની જફામાં મોટો ઘટાડો થશે. અગાઉ ફોર્મ 144 અને ફોર્મ 16 ને મર્જ કરીને નવું ફોર્મ 16 બહાર પાડવામાં આવ્યું છે.