સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ
Published on: 16th September, 2026

સુરતના સારોલી સ્થિત સાલાસર ટેક્સટાઇલ માર્કેટમાં શુક્રવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી. પાંચમા માળેથી શરૂ થયેલી આગના કારણે ભારે ધુમાડો જોવા મળ્યો. સુરત ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું શક્ય છે. આ ઘટનામાં ચારથી પાંચ દુકાનોને અસર થઈ હોવાનું સામે આવ્યું છે. દિવાળી નજીક હોવાથી વેપારીઓએ સ્ટોક ભરી રાખ્યો હતો, જેથી કરોડોના નુકસાનની આશંકા છે. પાણીના કારણે નીચેની દુકાનોમાં પણ નુકસાન થયું છે. વેપારીઓ માટે આ એક મોટો આર્થિક ફટકો છે.