જુલાઈમાં સેવા ક્ષેત્રની વૃદ્ધિ ૫૩ મહિનાના નીચલા સ્તરે
જુલાઈમાં સેવા ક્ષેત્રની વૃદ્ધિ ૫૩ મહિનાના નીચલા સ્તરે
Published on: 06th August, 2026

જુલાઈમાં ભારતીય સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ગતિ ૫૩ મહિનાના નીચલા સ્તરે પહોંચી, જે ઉત્પાદન ક્ષેત્રની નબળી કામગીરી બાદ ચિંતાનો વિષય બન્યો છે. HSBC India PMI Survey મુજબ, સ્પર્ધાત્મક દબાણ અને માંગમાં ઘટાડાને કારણે પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (PMI) ૫૩.૩૦ પર રહ્યો, જે જૂન કરતાં ઓછો છે. ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ઓર્ડર વૃદ્ધિ ધીમી પડી. જોકે, વીમા અને ફાઇનાન્સ ક્ષેત્રે વૃદ્ધિ જોવા મળી. કર્મચારીઓની ભરતી અને પ્રોફિટ માર્જિનમાં સુધારો થયો.