IRDAI નો નવો પ્રસ્તાવ: 1 ક્લિકમાં વીમા પોલિસી અને ક્લેમની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે
IRDAI નો નવો પ્રસ્તાવ: 1 ક્લિકમાં વીમા પોલિસી અને ક્લેમની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે
Published on: 03rd September, 2026

વીમાધારકો માટે સારા સમાચાર છે! ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા એક નવી ડિજિટલ સિસ્ટમ 'પબ્લિક ઇન્શ્યોરન્સ રજિસ્ટ્રી' (PIR) નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો તેમની વીમા પોલિસી અને ક્લેમ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી ફક્ત એક ક્લિકમાં મેળવી શકશે. આનાથી ઓફિસોના ધક્કા ખાવાની જરૂરિયાત રહેશે નહીં અને લોકોને વીમા અંગેની સાચી તથા સંપૂર્ણ જાણકારી સરળતાથી મળશે. IRDAI આ પ્રસ્તાવ પર લોકોના સૂચનો પણ માંગી રહી છે, જેથી ડેટા સુરક્ષા અને ગ્રાહકોની ગોપનીયતા જળવાઈ રહે.