સોનું 1,54,000 પાર, ચાંદી 2,40,000 ની નજીક
સોનું 1,54,000 પાર, ચાંદી 2,40,000 ની નજીક
Published on: 03rd September, 2026

ભારતીય વાયદા બજાર (MCX) માં આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. સોનું 1,54,225 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2,39,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગયું છે. આ તેજીનું મુખ્ય કારણ અમેરિકાના નબળા આર્થિક આંકડા, યુએસ ફેડરલ રિઝર્વ (US Fed) દ્વારા વ્યાજદરમાં ઘટાડાની વધેલી શક્યતાઓ, અને વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ છે. આ પરિબળોને લીધે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે કીમતી ધાતુઓ તરફ વળ્યા છે.