ભારતે ડીઝલ અને જેટ ફ્યુઅલ નિકાસ પર ટેક્સ વધાર્યો
ભારતે ડીઝલ અને જેટ ફ્યુઅલ નિકાસ પર ટેક્સ વધાર્યો
Published on: 16th July, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા, ભારતે ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF)ની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. ડીઝલ પરનો ટેક્સ 8.5 રૂપિયાથી વધીને 15.50 રૂપિયા પ્રતિ લિટર અને ATF પર 7.50 રૂપિયાથી વધીને 14.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઇંધણની તંગી અને મોંઘવારીને અટકાવવાનો છે, જેથી સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે.