Menu
અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ટેરિફથી મોંઘવારીમાં વધારો
અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ટેરિફથી મોંઘવારીમાં વધારો
Published on: 05th June, 2025

અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમના આયાત પર 50% ટેરિફ લાગુ પડતાં મોંઘવારી વધી શકે છે. આ ટેરિફનો અમલ 4 જૂનથી શરૂ થયો છે. ટ્રમ્પના આ નિણરયથી ધાતુ આધારિત પેકિંગવાળી ખાસ કરીને ખાદ્ય સામગ્રીઓમાં ભાવ વધારો થશે. ખાસ કરીને વોશિંગ મશીન, કાર અને ટિન કે ફોઇલમાં પેક થતી ગ્રોસરી સામગ્રી મોંઘી થશે. અમેરિકાના સ્ટીલ ઉદ્યોગો મુખ્યત્વે વિદેશથી સ્ટીલ આયાત કરે છે, જેની કિંમત વધવાથી સ્થાનિક બજારમાં ભાવ વધવાની શક્યતા છે. આ પગલાથી મેટલ અને ધાતુ આધારિત વસ્તુઓના ભાવ ઉપર પ્રભાવ પડશે.