સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
Published on: 04th August, 2026

EPFO નવા નિયમો અંતર્ગત, કર્મચારી સંગઠનોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાનમાં રાખીને, નાણા મંત્રાલયે EPF અને EPS માટે પગાર મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ, ₹15,000 થી ₹25,000 સુધીની કમાણી કરતા મોટી સંખ્યામાં કર્મચારીઓને ભવિષ્યમાં વધુ બચત અને પેન્શન લાભ મળશે, જેનાથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની સામાજિક સુરક્ષામાં વધારો થશે. આ પ્રસ્તાવ હવે કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે, ત્યારબાદ નવી મર્યાદાના અમલીકરણની તારીખ નક્કી કરવામાં આવશે.