ભારતીય કંપનીઓની જૂન ત્રિમાસિકમાં પ્રોત્સાહક કામગીરી
ભારતીય કંપનીઓની જૂન ત્રિમાસિકમાં પ્રોત્સાહક કામગીરી
Published on: 18th August, 2026

પશ્ચિમ એશિયા યુદ્ધની અસર વચ્ચે પણ ભારતીય કંપનીઓની વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન કામગીરી મજબૂત રહી. માઈનિંંગ, મેટલ્સ અને નાણાંકીય ક્ષેત્રની આગેવાની હેઠળ કંપનીઓએ નેટ વેચાણમાં ૧૮.૪૦% વૃદ્ધિ સાથે રૂપિયા ૪૭.૨૭ ટ્રિલિયન અને એડજસ્ટેડ નેટ પ્રોફિટમાં ૧૬% વૃદ્ધિ સાથે રૂપિયા ૪.૫૮ ટ્રિલિયન હાંસલ કર્યા. આવક વૃદ્ધિ ૧૫ ત્રિમાસિકની ઊંચી સપાટીએ પહોંચી. ખર્ચ વધવા છતાં, મજબૂત ઉપભોગ માગને કારણે પરિણામો અપેક્ષા કરતાં સારા રહ્યા.