LPG ગ્રાહકો માટે ખુશખબર, કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો આજની નવી કિંમત
LPG ગ્રાહકો માટે ખુશખબર, કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો આજની નવી કિંમત
Published on: 01st July, 2025

જુલાઈની શરૂઆતમાં LPG ગ્રાહકોને રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે, જેમાં દિલ્હીમાં 58.50 રૂપિયાનો ઘટાડો થતા કિંમત 1665 રૂપિયા થઈ છે. 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પણ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. ગયા મહિને જૂનમાં પણ ભાવ ઘટ્યા હતા. એપ્રિલમાં ભાવ ₹1,762 હતા, ફેબ્રુઆરીમાં ઘટ્યા અને માર્ચમાં વધ્યા હતા. આમ, લોકોને સતત ચોથા મહિને રાહત મળી છે.