આણંદમાં ગણેશોત્સવ: 6 કરોડથી વધુની પ્રતિમાઓનું વેચાણ
આણંદમાં ગણેશોત્સવ: 6 કરોડથી વધુની પ્રતિમાઓનું વેચાણ
Published on: 18th September, 2026

આણંદ જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન 1,079 ગણેશ પ્રતિમાઓની સ્થાપના થઈ, જેમાં અંદાજે રૂા. 6 કરોડથી વધુની પ્રતિમાઓનું વેચાણ થયું. મંડપ, ડેકોરેશન, લાઈટીંગ, સાઉન્ડ, પૂજાપો, પ્રસાદ, વસ્ત્રો અને પરિવહન જેવા ખર્ચાઓને ધ્યાનમાં લેતા, ગણેશોત્સવ સાથે સંકળાયેલી કુલ મોસમી આર્થિક હલચલ રૂા. 9.50 થી 11 કરોડની આસપાસ પહોંચવાનો અંદાજ છે. આણંદ અને વિદ્યાનગરમાં ઉત્સવની ભવ્ય ઉજવણી ઈકોનોમીને પણ વેગ આપી રહી છે.