'ધમાલ 4' પહેલાં અજય દેવગન ટેન્શનમાં, રિલીઝ પહેલા કબૂલ્યું આ રહસ્ય!
'ધમાલ 4' પહેલાં અજય દેવગન ટેન્શનમાં, રિલીઝ પહેલા કબૂલ્યું આ રહસ્ય!
Published on: 13th June, 2026

'ધમાલ 4'ના ટ્રેલર લોન્ચ દરમિયાન બોલિવૂડ સ્ટાર અજય દેવગને ફિલ્મની રિલીઝ પહેલા પોતાની નર્વસનેસ વિશે ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે આટલા વર્ષોના અનુભવ પછી પણ, દરેક નવી ફિલ્મની જેમ 'ધમાલ 4' પહેલાં તેમને પ્રેશર ફીલ થાય છે. આ પ્રેશર દર્શકોની અપેક્ષાઓ અને ફિલ્મની સફળતા સંબંધિત છે. અજયે સીક્વલ ફિલ્મોની સફળતાનું રહસ્ય પણ જણાવ્યું કે જ્યારે દર્શકો પાત્રો સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય ત્યારે જ આવી ફિલ્મો ચાલે છે, જેમ 'ધમાલ' ફ્રેન્ચાઈઝીમાં બન્યું છે.