સૂર્ય ગ્રહણ ૨૦૨૬ અને મંગળનું આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ
સૂર્ય ગ્રહણ ૨૦૨૬ અને મંગળનું આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ
Published on: 08th August, 2026

આગામી ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સૂર્ય ગ્રહણ સાથે મંગળનું 'આર્દ્રા નક્ષત્ર'માં પ્રવેશ એક અદભુત અવકાશી સંયોગ રચી રહ્યું છે. આ વિશેષ ગોચર તમામ રાશિઓને અસર કરશે, પરંતુ કન્યા, તુલા અને મીન રાશિના જાતકો માટે નોકરી-ધંધામાં પ્રગતિ અને નવી તકો ખુલશે. મંગળ ઊર્જા, હિંમત અને ટેકનોલોજીનો કારક છે, જ્યારે આર્દ્રા નક્ષત્ર રાહુ સાથે સંકળાયેલ છે. આ સંયોગમાં તીવ્ર ઊર્જા અને જોખમ લેવાની વૃત્તિ વધશે. જો ઊર્જાનો સકારાત્મક ઉપયોગ થાય તો સફળતા મળશે, અન્યથા મુશ્કેલીઓ આવી શકે છે.