કુંભ, મીન, મેષ પર શનિની સાડાસાતી!
કુંભ, મીન, મેષ પર શનિની સાડાસાતી!
Published on: 05th August, 2026

વૈદિક જ્યોતિષ અનુસાર, શનિ ગ્રહ ન્યાય અને કર્મફળના દાતા છે. શનિ દેવ ધીમી ગતિએ ચાલે છે અને એક રાશિમાં અઢી વર્ષ રહે છે. જ્યારે શનિ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે રાશિ તેમજ આગળ-પાછળની રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ રહે છે. વર્ષ 2026માં કુંભ, મીન અને મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન મેષ રાશિ પર પ્રથમ તબક્કો, મીન રાશિ પર બીજો અને કુંભ રાશિ પર અંતિમ તબક્કો અસર કરી રહ્યો છે. મેષ રાશિને મે 2032માં, મીન રાશિને ઓગષ્ટ 2029 બાદ અને કુંભ રાશિને જૂન 2027 બાદ મુક્તિ મળશે.