બાકરોલ હોસ્ટેલના કિચનમાં સડેલા શાકભાજી અને એક્સપાયર્ડ દૂધનો જથ્થો મળ્યો
બાકરોલ હોસ્ટેલના કિચનમાં સડેલા શાકભાજી અને એક્સપાયર્ડ દૂધનો જથ્થો મળ્યો
Published on: 23rd September, 2026

વિદ્યાનગરની ડૉ.બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન હોસ્ટેલના કિચનની સ્થિતિ ચોંકાવનારી મળી આવી. અહીં સડેલા બટાકા, ટામેટા, કોબીઝ જેવા શાકભાજી અને એક્સપાયર્ડ (Expired) થયેલું દૂધનો મોટો જથ્થો મળી આવ્યો. આ ઘટના ફૂડ પોઇઝનિંગના ભયને ઉજાગર કરે છે અને તંત્રની બેદરકારી દર્શાવે છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાથી આ મામલે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.