સાબરકાંઠામાં વરસાદની ઘટ: મગફળી, કપાસ, ડાંગર પાક પર સંકટ
સાબરકાંઠામાં વરસાદની ઘટ: મગફળી, કપાસ, ડાંગર પાક પર સંકટ
Published on: 30th August, 2026

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મગફળી, કપાસ, ડાંગર જેવા મુખ્ય ચોમાસુ પાકોમાં ઈયળ, ફુગ અને ડોળનો ઉપદ્રવ વધ્યો છે. રાસાયણિક દવાઓના છંટકાવ છતાં વાતાવરણ અનુકૂળ ન હોવાથી પાકનો વિકાસ અટકી ગયો છે. જો આગામી સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે. પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર સહિતના તાલુકાઓમાં આ સમસ્યા વ્યાપી છે.