નવસારીના ચીકુ પાકને જળબંબાકારથી ભારે નુકસાન
નવસારીના ચીકુ પાકને જળબંબાકારથી ભારે નુકસાન
Published on: 29th August, 2026

નવસારીના અમલસાડી ચીકુના પાકને અતિવૃષ્ટિ અને લાંબા સમય સુધી થયેલા જળબંબાકારને કારણે મોટું નુકસાન થયું છે. 15 દિવસ સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાથી અને સૂર્યપ્રકાશના અભાવે ચીકુના ફ્રુટિંગ અને ફ્લાવરિંગની જૈવિક પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર થઈ છે. સામાન્ય રીતે લાભ પાંચમે શરૂ થતી ચીકુની આવક આ વર્ષે એક મહિનો મોડી થશે, જેનાથી ખેડૂતોને મોટી ખોટ સહન કરવી પડશે. કેટલાક વિસ્તારોમાં જ્યાં પાણી વધુ સમય ભરાયું હતું, ત્યાં ફૂલોનું ગરણ પણ જોવા મળ્યું છે. આ વર્ષે ચીકુની લણણી 15-20 દિવસથી લઈને એક મહિના સુધી મોડી થવાની શક્યતા છે.