રહેણાંક વિસ્તારમાં દેખાયેલો દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો
રહેણાંક વિસ્તારમાં દેખાયેલો દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો
Published on: 23rd September, 2026

દાહોદના દેવગઢબારીઆ તાલુકાના મોતીપુરા ગામે રહેણાંક વિસ્તારમાં દેખાતા દીપડાને વનવિભાગ દ્વારા સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં દીપડાની હાજરીથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો. લોકોએ વન વિભાગને જાણ કરતાં આરએફ્ઓ દિનેશ રાઠવા અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પાંજરું ગોઠવ્યું હતું. શિકારની શોધમાં આવેલા દીપડાએ પાંજરામાં પ્રવેશ કરતાં તેને પકડી લેવાયો, જેનાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.