સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતોને પાક સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ. Agriculture News.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતોને પાક સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ. Agriculture News.
Published on: 23rd January, 2026

સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં હળવા વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સંરક્ષણ માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા સૂચના અપાઈ છે. કાપણી કરેલ પાકને સલામત સ્થળે ખસેડવો અથવા તાડપત્રીથી ઢાંકી દેવો. વરસાદી વાતાવરણમાં જંતુનાશક દવાઓનો છંટકાવ ટાળવો, APMCમાં વેચાણ માટે પેદાશો લાવવાનું ટાળવું અને બીયારણ તથા ખાતર સુરક્ષિત રાખવા. વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર 1800-180-1551 પર સંપર્ક કરો.