-
યશપાલજી પુણ્યતિથિ
યશપાલજી પુણ્યતિથિ
હિન્દી સાહિત્યના શ્રેષ્ઠ પ્રસિદ્ધ સાહિત્યકાર અને ગરીબ માણસના પ્રેમચંદ યશપાલજીનો જન્મ ૩ ડિસેમ્બર,૧૯૦૩ ના રોજ પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં એક સામાન્ય ખત્રી પરિવારમાં થયો હતો. તેમના માતા શ્રીમતી પ્રેમાદેવી ત્યાંના અનાથાશ્રમની એક શાળામાં શિક્ષિકા હતા. યશપાલજીના પિતા હરિલાલ એક સામાન્ય ઉધોગપતિ હતા. તેમનું પૂર્વજ ગામ રંઘાડ હતું. વિધાર્થી અવસ્થામાં તેમણે પુષ્કળ સાહિત્યનું વાચન કર્યું. ઉચ્ચ અભ્યાસ માટે પંજાબ જઈ, ત્યાં 'નવજવાન ભારત સભા' ના સભ્ય બન્યા.
ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપાડતાં તેમણે પરદેશી કાપડની હોળી કરી. તેઓ હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રીપબ્લિકન આર્મીના વડા બન્યા. યશપાલ લાહોરમાં બોંબ બનાવતા પોલીસે તેમને ગિરફતાર કર્યા. તેમને ચૌદ વર્ષની સજા થઈ, પરંતુ ચાર વર્ષ બાદ તેઓ મુક્ત બન્યા.
જેલમાંથી છૂટયા બાદ યશપાલજીએ શેષ જીવન સાહિત્ય સાધનામાં ગાળવા નિશ્ચય કર્યો. 'સિંહાવલોકન', 'દેશદ્રોહી', 'નશે નશે કી બાત', 'રામરાજ્ય કી કથા', 'જૂઠા સચ', 'દિવ્યા' જેવા અસંખ્ય પુસ્તકો દ્વારા એમણે હિંદી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. તેમણે પૂર્વી યુરોપમાં તેમની યાત્રાઓ પર આધારિત બે રચનાઓ 'રાહ બીતી' અને 'દેખા સોચા સમજા' પણ લખી હતી. તેઓ માર્કસવાદી વિચારસરણી ધરાવતા હતા.
૧૯૭૦માં ભારત સરકારે તેમને 'પદ્મભૂષણ' થી વિભૂષિત કર્યા હતા. તેમણે ૧૯૭૬માં તેમની નવલકથા 'મેરી તેરી ઉસ્કી બાત' માટે હિન્દી ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ જીત્યો હતો. ઉપરાંત 'મંગલાપ્રસાદ એવોર્ડ' અને 'સાહિત્ય વાચસ્પતિ' ના અભિધાનથી પણ એમનું બહુમાન થયું હતું.
૨૬ ડિસેમ્બર, ૧૯૭૬ ના રોજ આવેલ હૃદયરોગના હુમલાની સારવાર કામિયાબ ન નીવડતાં ૭૩ વર્ષની વયે વારાણસીમાં તેમનું અવસાન થયું. શ્રી યશપાલજીએ પોતાની ક્રાંતિકારી ચળવળોમાં કદી પીછેહઠ કરી ન હતી. ૩ ડિસેમ્બર, ૨૦૦૩ ના રોજ ભારત સરકારનાં પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.