-
વિશ્વ અંગદાન દિન
વિશ્વ અંગદાન દિન
13th August
દર વર્ષે 13 ઓગસ્ટે 'વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે' એટલે કે 'વિશ્વ અંગદાન દિન' ની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન માટેની જાગૃતિ કેળવવા માટે આ દિવસ ઉજવાય છે. આપણા સૌના જીવનમાં રહેલી અનિશ્ચિતતાનો વિચાર કરીને મૃત્યુ પછી પણ આપણાં અંગો અન્ય વ્યક્તિને જીવનદાન આપી શકે તેવી ઉમદા ભાવના આ દિન વિશેષની છે. આજના સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે. કારણ કે એના દ્વારા આપણને મૃત્યુ પછી પણ બીજી વ્યક્તિને નવજીવન આપવાની તક મળે છે. આપણા અંગદાન દ્વારા મૃત્યુ પછી પણ આપણા અંગોથી કોઈ બીજું જીવી શકે એ વિચાર કેટલો અદ્ભૂત છે!
જેમને જીવવા માટે આવા અંગોની જરૂર છે એવા લોકો માટે અંગદાન એક આશીર્વાદ છે. ખાસ કરીને બ્રેઇન ડેડ તરીકે જાહેર થયેલ વ્યક્તિના કિસ્સામાં તેના મૃત્યુ પછી શક્ય એટલી ઝડપથી તેમનાં ઉપયોગી અંગો કાઢીને જરૂરતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે અને તેમના શરીરમાં યોગ્ય રીતે મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા કાયદાકીય દ્દષ્ટિએ માન્યતા પ્રાપ્ત છે અને એ માટે જવાબદાર સંસ્થા અને યોગ્ય કાયદાઓ આ આખી પ્રક્રિયા પર દેખરેખ રાખે છે.
શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ કોઈપણ કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇપણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલા દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક શસ્ત્રક્રિયા છે. તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમ વિધિમાં કોઇપણ પ્રકારની અડચણ થતી નથી. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે કારણ કે તેનાથી આ દુનિયામાંથી જતાં જતાં પણ કોઈ વ્યક્તિ અન્ય મનુષ્યને નવજીવન આપી શકે છે.
અંગદાનને લઈને સમાજમાં કેટલીક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. ચાલો આવી ખોટી માન્યતાઓ અને સાચી હકીકત વિશે જાણીએ:
માન્યતા: હું અંગદાન કરવાનો/કરવાની છું એવી ડૉક્ટર્સને ખબર પડી જશે તો તેઓ મને બચાવશે નહીં અથવા બચાવવાનો પ્રયત્ન નહીં કરે.
હકીકત: આ માન્યતા તદ્દન ખોટી છે. ડૉક્ટર્સ હંમેશાં દર્દીનો જીવ બચાવવાનો જ પ્રયત્ન કરશે. તમે અંગદાન કરવાનાં છો તે જાણીને કોઈપણ ડૉક્ટર તમને જાણી જોઈને કે હેતુપૂર્વક મરવા માટે નહીં છોડી દે.
માન્યતા: મને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સબંધી સમસ્યા હોય તો હું અંગદાન નહીં કરી શકું.
હકીકત: તમારી સમસ્યા જોઇને તમે અંગદાન કરી શકશો કે નહીં તે બાબત ડૉક્ટર નક્કી કરશે.
માન્યતા: મોટી ઉંમરનાં લોકો અંગદાન કરી શકે નહીં અથવા અંગદાન કરવું તેમનાં માટે જોખમી છે.
હકીકત: અંગદાનને ઉંમર સાથે કોઇ સંબંધ નથી. કોઈપણ ઉંમરની સ્વસ્થ વ્યક્તિ અંગદાન કરી શકે છે.
માન્યતા: અંગદાન કરવા માટે મારે પૈસા ચૂકવવા પડશે.
હકીકત: પોતાના અંગોનું દાન કરનાર વ્યક્તિ કે તેના પરિવારના સભ્યોને અંગદાન માટે કોઇને પણ પૈસા ચૂકવવા પડતા નથી.
માન્યતા: દાન કરેલ અંગોને કોઈ ગેરકાયદેસર રીતે વેચી દે તો?
હકીકત: કોઈ હોસ્પિટલ કે સંસ્થા દ્વારા આવી કોઇ પ્રવૃત્તિ થતી હોતી નથી, પરંતુ આવું કૃત્ય કરતા કોઇ પકડાય તો તેની સામે કાયદેસરના પગલા લેવાય છે.
દાન કરી શકીએ એવા અંગોમાં કિડની, ફેફસાં, હૃદય, આંખો, લીવર, નાનું આંતરડું, ચામડીના કોષો, હાડકાંના કોષો, હૃદયના વાલ્વ વગેરે આવે છે.
ભારતમાં અંગદાનના કાયદા મુજબ મૃત્યુ પછી પરિવારના કોઈ સભ્ય અંગદાન માટે તૈયાર થાય ત્યારે તેમના કુટુંબીજનો અને નજીકના સંબંધીઓ સાથે ચર્ચા કરી, તેમની ઈચ્છા મુજબ અંગદાન કરવા માટે સમજણ આપવામાં આવે છે. તમારા મૃત્યુના કિસ્સામાં તમારા અંગો વિશેની અંતિમ નિર્ણય પ્રક્રિયા તેમને પૂછીને તેમની લેખિત સંમતિ પછી જ થતી હોય છે.
વ્યક્તિ અંગદાન માટે NOTTO (NATIONAL ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION), Directorate General of Health Services, Ministry of Health & Family Welfare, Govt. of India ની વેબસાઈટ https://notto.abdm.gov.in/register પર જઈને ફોર્મ ભરી શકે છે.