-
વિશ્વ સિંહ દિન
વિશ્વ સિંહ દિન
10th August
જેમ વિશ્વમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે જેવા દિવસો સ્વજન માટે ઉજવાય છે તેમ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક દિવસ એટલે વિશ્વ સિંહ દિન. વિશ્વભરમાં એક માત્ર ગીર અભ્યારણ્ય અને તેની આસપસના વિસ્તારોમાં જોવા મળતા એશિયાઇ સિંહ અને આફ્રિકાનાં જંગલોમાં રહેતા આફ્રિકન સિંહો ના સંવર્ધન અને સંરક્ષણ માટે 10 ઑગસ્ટ ના દિવસે 'World Lion Day' ની ઉજવણી કરવામાં આવે છે.
સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક પ્રતીક સ્વરૂપે ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવું મહત્વ ધરાવતું પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું ખૂબ જ મોટું યોગદાન સમાયેલું છે. સ્થાનિક લોકોના સહકાર, સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખત મહેનતના કારણે છેલ્લા કેટલાંક વર્ષોથી એશિયાઇ સિંહોની વસતીમાં વધારો થયો છે. ગીરના નેસ વિસ્તારમાં વસતા માલધારીઓનો સિંહ સાથેનો સંબંધ અનોખો છે, સિંહના મૃત્યુથી આ લોકો સ્વજનનું મૃત્યુ થયું હોય તેવા શોકની અનુભૂતિ કરે છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રનાં હજારો ચોરસ કીલોમીટરમાં વિહરતા થયા છે. વિશ્વ સિંહ દિનની ઉજવણી વનવિભાગ દ્વારા વર્ષ 2016 થી શરૂ કરવામાં આવી છે.
જીવ સમતુલા જાળવવા અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા જાળવી રાખવા સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવું જરૂરી છે. હાલ સિંહો સાસણ ગીર ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં જોવા મળે છે. સિંહોની સંખ્યામાં વધારો થતાં બૃહદ્ ગીરની કામગીરી અમલમાં છે. ગુજરાતમાં દર 5 વર્ષે સિંહોની ગણતરી થાય છે. સિંહોની સંખ્યામાં જોઈએ તો છેલ્લી ગણતરી મુજબ 2015 માં આશરે 523 સિંહો સાસણ ગીર ખાતે જોવા મળ્યા હતા. જે 2020 માં આશરે 674 નો આંકડો પાર કરી રહ્યા હોવાનું એક અનુમાન છે. સિંહોની વધતી સંખ્યા તેમના સંવર્ધન અને સંરક્ષણ માટે થઇ રહેલા પ્રયત્નોની સફળતાને આભારી છે. આમ છતાં કુદરતી મૃત્યુ કરતાં માનવસર્જિત પ્રવૃતિઓને કારણે સિંહોના મૃત્યુના આંકડા વધુ છે. ગીરના વિસ્તારમાંથી પસાર થતો રેલવે ટ્રેક, માનવરહિત ફાટક તેમજ ખુલ્લા કૂવાઓ સિંહના અપમૃત્યુનું કારણ બનતા જોવા મળ્યા છે.