-
વિશ્વ ગુજરાતી ભાષા દિન
વિશ્વ ગુજરાતી ભાષા દિન
24th August
સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી
આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી ની આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરેલી છે. ગુજરાતી શબ્દ એ સંસ્કૃત શબ્દ 'ગૂર્જર' અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ છે. 'ગુજરાત' શબ્દ પરથી વિશેષણ 'ગુજરાતી' પડ્યું. ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર એવા શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઑગસ્ટ, 1833 ના દિવસે સુરત માં થયો હતો. કવિ નર્મદે ગુજરાતી ભાષા માટે 'નર્મકોષ' નામનો પહેલો શબ્દકોષ રચ્યો હતો. તેઓએ ગુજરાતી ભાષાની અસ્મિતા માટે શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે તેથી તેમના જન્મદિવસને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
પ્રાચીનકાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. આઠમી સદી થી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને ખડી બોલી, અવધિ, બંગાળી, ગુજરાતી, મરાઠી, તેલુગુ. કન્નડ ભાષા ઉદભવી. 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલાં વિવિધ ભાષા સ્વરૂપમાંથી ગુજરાતી ભાષાનાં મૂળ નંખાયાં તેમ કહી શકાય અન્ય ભાષાઓની સાથે આપણી ગુજરાતી ભાષા પણ આ જ સમયગાળામાં જન્મ પામી, વિકસી અને આજના સ્વરૂપને પામી છે. ગુર્જર ભાષાનો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ આખ્યાનના પિતા ગણાતા ભાલણે કર્યો હતો. ગુજરાતી ભાષાને ગુજરાતી એવું નામ 17 મી સદીમાં પ્રેમાનંદના સમયમાં મળ્યું.
ગુજરાતી સાહિત્યનો પ્રારંભ નરસિંહ મહેતા થી શરૂ કરી મીરાંબાઇ, ભાલણ વગેરેના યોગદાનથી થયો. તેમણે ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. પ્રેમાનંદ જેવા મહાકવિ તો ગુજરાતી ભાષાની "શું શાં પૈસા ચાર" જેવી કિંમતથી વ્યથિત થઈ "પાઘડી ન પહેરવા" ની પ્રતિજ્ઞા કરે એ ઘટના નાની સૂની નથી. કવિ દલપતરામ પણ ગરવી ગુજરાતી વાણીના વકીલ બનવાનું સ્વીકારી ચૂક્યા છે. આ બધા યુગોમાં ગુજરાતી ભાષાનાં મૂળ દૃઢ બન્યાં અને વિસ્તર્યાં પણ ખરાં. ગુજરાતમાં આવેલ વિદેશી પ્રજાઓના સંપર્કથી ગુજરાતી ભાષામાં ઘણા ફેરફારો થયા છે. વિદેશી પ્રજાથી ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ ખૂબ જ વિશાળ બન્યું છે. આજે આપણી ગુજરાતી ભાષામાં કેટલાય વિદેશી ભાષાના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ગુજરાતી ભાષા પર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અરબી -ફારસી, અંગ્રેજી, હિન્દી વગેરે ભાષાઓનો પ્રભાવ પડ્યો છે. આમ આપણી અર્વાચીન ગુજરાતી ભાષાનો વિકાસ થતાં ઘણાં વર્ષોનો સમય લાગ્યો છે. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં ગુજરાતી સાહિત્યકારોનો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. આજે વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલાતી જોવા મળે છે.
વિશ્વમાં ગુજરાતી ભાષાને જાળવવા, વિકસાવવા માટે 24 ઑગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આજની નવી પેઢી ગુજરાતી ભાષા માણી શકે. તેના પ્રત્યે આદરભાવ કેળવી શકે તેમજ ગુજરાતી ભાષાના અમૂલ્ય વારસા પ્રત્યે જાગૃત બને તે માટે આજના દિવસે પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાત સરકારે 2023 માં દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8માં ગુજરાતી વિષયનું ફરજિયાત શિક્ષણ આપવું તેવું વિધેયક પસાર કર્યું છે. જે ગુજરાતી ભાષાની જાળવણી અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ગણાવી શકાય. ચાલો આપણે સૌ પણ આપણી ગુજરાતી ભાષાને જાળવવા, વિકસાવવા માટે અનેક પ્રયત્નો કરીએ.