-
વિશ્વ બ્રેઇલ દિન
વિશ્વ બ્રેઇલ દિન
04th January
સમગ્ર વિશ્વમાં 4 જાન્યુઆરીને 'વિશ્વ બ્રેઇલ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દૃષ્ટિદિવ્યાંગ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી બ્રેઇલ લિપિના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા ઉજવાય છે. નવેમ્બર, 2018 માં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં જનરલ એસેમ્બલીએ એક ઘોષણા દ્વારા લુઈસ બ્રેઈલ ની જન્મતારીખને આ ઉજવણી માટે પસંદ કરી હતી અને બ્રેઇલ લિપિના રચયિતા લુઇસ બ્રેઇલના જન્મદિવસને 'વિશ્વ બ્રેઇલ દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે કે બ્રેઇલ લિપિ કેવી રીતે દૃષ્ટિદિવ્યાંગ લોકોના અસ્તિત્વમાં માનવ અધિકારોની સંપૂર્ણ પરિપૂર્ણતામાં ફાળો આપે છે. પ્રથમ વિશ્વ બ્રેઇલ દિન 4 જાન્યુઆરી, 2019 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
બ્રેઈલ લિપિના શોધક લુઈસ બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી, 1809 ના રોજ ફ્રાંસમાં થયો હતો. બાળપણમાં એક અકસ્માતમાં તેઓ બંને આંખોથી અંધ થઈ ગયા હતા. ફ્રાન્સમાં ગ્રામ્ય વિસ્તારના અન્ય દૃષ્ટિદિવ્યાંગ વ્યક્તિઓ ભીખ માંગવાનું કામ કરતા તેવા સમયે 1815માં બ્રેઇલ દંપતિ લુઈસને શિક્ષણ આપવા તત્પર હતાં. તેથી તેઓએ ગામના જ એક ધર્મિષ્ઠ એબે પલ્લુઈ પાસે લુઈસ માટે ખાનગી શિક્ષણની વ્યવસ્થા કરી. ટૂંક સમયમાં જ એબેને લુઈની ક્ષમતાઓની અનુભૂતિ થઈ અને લુઈસને ગામની શાળામાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં લુઈસ હોશિયાર વિદ્યાર્થી તરીકે ઝળક્યો અને ગણિત, વિજ્ઞાન વગેરે જેવા વિષયો પણ યાદ રાખતાં શીખ્યો.
વર્ષ 1818માં ફ્રાન્સમાં શિક્ષણની નવી પદ્ધતિનો અમલ થતાં લુઈસનું શિક્ષણકાર્ય અવરોધાયું. આ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા ઘટાડી પરસ્પર વિદ્યાર્થીઓ એકબીજાને સૂચન આપે અને શિક્ષણ મેળવે તેવી જોગવાઈ હતી. લુઈસનું શિક્ષણ ન અટકે તે માટે એબેએ પેરિસમાં દૃષ્ટિદિવ્યાંગ વ્યક્તિઓને શિક્ષણ આપતી શાળા 'ધ ઇન્સ્ટીટ્યૂટ ફોર બ્લાઈન્ડ યુથ' વિશે માહિતી મેળવી શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી અને લુઈસના માતાપિતાને પણ લુઈસને પેરિસ શાળામાં દાખલ કરવા રાજી કર્યાં. 'ધ ઇન્સ્ટીટ્યૂટ ફોર બ્લાઈન્ડ યુથ' નામની અંધશાળા અંધજનોના શિક્ષણના પિતા ગણાતા વેલેન્ટાઇન હોઈએ 1786 માં શરૂ કરી હતી. જે વિશ્વની પ્રથમ અંધશાળા તરીકે ઓળખાય છે. અહીં શિક્ષણ આપવા હોઈએ એક ક્રાંતિકારી પદ્ધતિ શોધી હતી જેમાં જાડા કાગળ ઉપર અક્ષરો ઉપસાવી દૃષ્ટિદિવ્યાંગ વ્યક્તિને વાંચતા શીખવવામાં આવતું હતું લુઈસ જયારે આ શાળામાં દાખલ થયો ત્યારે હોઈની આ પદ્ધતિથી તૈયાર કરેલ 14 પુસ્તકો લાઈબ્રેરીમાં હતાં. 10 વર્ષનો લુઈસ પેરિસની અંધશાળામાં આવ્યો ત્યારે અહીં 60 જેટલા છોકરાઓ અને 30 છોકરીઓ અભ્યાસ કરતાં હતાં. થોડા સમયમાં લુઈસને અહીં ફાવી ગયું. આ જ શાળામાં તેઓ પહેલાં વિદ્યાર્થી તરીકે અને ત્યારબાદ શિક્ષક તરીકે આજીવન રહ્યા.
વર્ષ 1821 માં પેરિસની અંધશાળાના નવા નિમાયેલા ડાયરેક્ટરે ચાર્લ્સ બાર્બીયર નામના લશ્કરી અધિકારીને અંધશાળામાં બોલાવ્યા. ચાર્લ્સ બાર્બીયરે લશ્કરમાં વપરાતી ગુપ્ત સાંકેતિક લિપિ તૈયાર કરી હતી, જેનો કોઈ કારણસર લશ્કરમાં અસ્વીકાર થતાં તેમની 'સોનોગ્રાફી કે નાઈટ રાઈટીંગ' તરીકે ઓળખાતી આ સાંકેતિક લિપિ દૃષ્ટિદિવ્યાંગ વ્યક્તિઓને ઉપયોગી થશે તેમ તેઓ માનતા. ચાર્લ્સ બાર્બીયરની લિપિમાં 12 ઉપસાવેલાં ટપકાંની મદદથી કેટલાક ખાસ સંકેતો સૂચવી શકાતા પરંતુ મૂળાક્ષરો કે જોડણી લખી શકાતી નહીં. પરંતુ તેની ઉપયોગિતાને ધ્યાને લઇ અંધશાળામાં હોઈની લિપિ સાથે નાઈટ રાઈટીંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો.
લુઈસ બ્રેઇલે ચાર્લ્સ બાર્બીયરની આ 12 ટપકાંની લિપિમાં જરૂરી ફેરફાર કરી 6 ટપકાંની લિપિ તૈયાર કરી. તેમાં ફ્રેંય મૂળાક્ષરો સહિત વિરામચિહ્નો અને સંગીતના નોટેશન માટેની જોગવાઈ કરી. 15 વર્ષની ઉંમર સુધીમાં પોતાની આ લિપિ તૈયાર કરી તેના ડાયરેક્ટર પીગનિયરને બતાવી. પીગનિયરે અન્ય વિદ્યાર્થીઓને લુઈસની આ લિપિ વાપરવા પ્રોત્સાહિત કર્યા. પરિણામે આ વિદ્યાર્થીઓ કેટલાક અંશે લખતાં વાંચતાં શીખ્યા. વર્ષ 1840માં પીગનિયરના સ્થાને પેરે આર્મન્ડ ડ્યુફાઉ નામના નવા ડાયરેક્ટર નિમાયા. જેમણે લુઈસની આ પદ્ધતિ પર પ્રતિબંધ મુકી અમેરિકાની નવી પદ્ધતિ નો અમલ શરૂ કર્યો. એટલું જ નહીં લુઈસ બીમાર હોવાથી પોતાના ઘરેથી પરત ફર્યા ત્યારે તેમના 70 જેટલાં પુસ્તકો ડ્યુફાઉ દ્વારા સળગાવી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી લુઈસને ખૂબ જ આઘાત લાગ્યો. તેઓ વધુ બીમારીમાં જકડાયા અને અંતે 6 જાન્યુઆરી, 1852 ના રોજ 43 વર્ષની ઉંમરે લુઈસનું અવસાન થયું.
બ્રેઇલ લિપિમાં દરેક અક્ષર, સંખ્યા તેમજ સંગીત, ગાણિતિક અને વૈજ્ઞાનિક પ્રતીકોને દર્શાવવા માટે છ બિંદુઓનો ઉપયોગ કરીને મૂળાક્ષરો અને સંખ્યાત્મક પ્રતીકો બનાવવામાં આવ્યાં છે. જે આજે વિશ્વભરમાં બ્રેઇલ લિપિ તરીકે સ્વીકૃત થયાં છે. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાંઓની હાર બનાવવામાં આવે છે અને તેના પર આંગળી ફેરવીને વાંચી શકાય છે. બ્રેઇલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. હવે, કમ્પ્યૂટરની મદદથી પણ બ્રેઇલ લિપિ લખી શકાય છે.