-
વિનોદ ભટ્ટ જન્મજયંતી
વિનોદ ભટ્ટ જન્મજયંતી
'તારીખ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઈ દુર્ઘટના દુનિયામાં બની ન હતી.' આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ ગાંધીનગર જિલ્લાનાં નાંદોલ ગામમાં થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓએ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા.
૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી, જે પાછળથી દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ તરીકે પ્રસિદ્ધ થઇ હતી. બાળપણમાં તોફાની બાળક તરીકેની છાપ ધરાવતા વિનોદ ભટ્ટ કોલેજની ચૂંટણીમાં ગધેડાના ગળામાં 'હું વિનોદ ભટ્ટને મત નથી આપવાનો 'જેવા રમૂજી તુક્કાઓ પણ કરેલા. ગુજરાતી ભાષાના ગણમાન્ય દૈનિકો અને સામયિકોમાં વિનોદ ભટ્ટ નિયમિતપણે લખ્યું હતું. પરિણામે તેમના ૫૦ થી વધુ પુસ્તકો થયા છે. પહેલું સુખ તે મૂંગી નારથી પોતાની હાસ્ય સર્જન યાત્રા શરૂ કરનાર વિનોદ ભટ્ટે વિનોદના પ્રેમપત્રો, ઇદમ તૃતીયમ, ગ્રંથની ગરબડ, વિનોદ વિમર્શ, ભૂલચૂક લેવીદેવી જેવા પુસ્તકો દ્વારા ગુજરાતી હાસ્ય સાહિત્યને રળિયાત કર્યું છે.
વિનોદ ભટ્ટે "એવા રે અમે એવા" શીર્ષકથી આત્મકથા પણ લખી છે. તેમનું ૧૯૭૬માં કુમારચંદ્રક, ૧૯૮૯માં રણજીતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક વગેરેથી સન્માન થયું હતું. ગુજરાતી હાસ્ય સાહિત્યની વાત જેમના વિના થઇ ન શકે તેવા અને વિશાળ વાચક - ચાહક વર્ગ ધરાવતા આ સાહિત્યકારનું લાંબી બીમારી પછી અમદાવાદ ખાતે ૨૩ મે,૨૦૧૮ ના રોજ અવસાન થયું ત્યારે સ્મશાનયાત્રા નહિ, હાસ્યયાત્રા નીકળી હતી.