-
વીર બાળ દિવસ
વીર બાળ દિવસ
દર વર્ષે 26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજી ના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.
દસમા શીખ ગુરુ ગુરુ ગોવિંદ સિંહને ચાર પુત્રો હતા. અજીત સિંહ, જુઝાર સિંહ, જોરાવર સિંહ અને ફતેહ સિંહ. 1699માં તેમણે પોતાના પુત્રો સાથે મળીને ખાલસા પંથની સ્થાપના કરી હતી. 1705 સુધીમાં પંજાબ મુઘલ શાસન હેઠળ હતું, અને તેણે ગુરુ ગોવિંદ સિંહને પકડવાનો પ્રયાસ કર્યો હતો. 26 ડિસેમ્બર 1705ના રોજ જ્યારે બાબા જોરાવર સિંહ (9 વર્ષ) અને બાબા ફતેહ સિંહે (7 વર્ષ) મુગલો સામે ઝુકવાનો ઇનકાર કર્યો અને પોતાનો ધર્મ બદલ્યો ન હતો. જેથી મુગલ સેનાપતિ વઝીર ખાને બન્નેને જીવતા ચણી લીધા હતા. ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. શીખ ધર્મના છેલ્લા અને દશમાં ગુરુ ગુરુ ગોવિંદ સિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. નાના સાહિબજાદાઓની બહાદુરી અને હિંમતને યાદ કરીને બાળકો અને યુવાનોને શીખવવામાં આવે છે કે નૈતિકતા અને સત્ય માટે ઊભા રહેવું એ જીવનનું સૌથી મોટું મૂલ્ય છે. બાળ પુરુસ્કાર એવોર્ડ 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસને બદલે 26મી ડિસેમ્બરે વીર બાળ દિવસના અવસરે આપવામાં આવશે. આ પુરસ્કાર એવા બાળકોને આપવામાં આવશે જેમણે અસાધારણ હિંમત, સેવા અથવા બલિદાનનું પ્રદર્શન કર્યું છે. આ પહેલ નવી પેઢીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રેરિત કરશે. 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદતની યાદમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવામાં આવશે. આ જાહેરાત 9 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વ પર કરવામાં આવી હતી.