-
શાંતા સિન્હા જન્મદિવસ
શાંતા સિન્હા જન્મદિવસ
બાલશ્રમ વિરોધી ભારતીય કાર્યકર્તા એવા શાંતા સિન્હાનો જન્મ ૭ જાન્યુઆરી,૧૯૫૦ ના રોજ આંધ્રપ્રદેશના નેલ્લોરમાં થયો હતો. પોલિટિકલ વિષય સાથે તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાં ઈ.સ.૧૯૭૨માં એમ.એ ની પરિક્ષા પાસ કરી. ઈ.સ.૧૯૭૬માં તેમણે જવાહરલાલ યુનિવર્સિટીમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી.
બાળકોને બાળમજૂરીથી મુક્ત કરવા તેમણે ઈ.સ.૧૯૮૭માં ત્રણ મહિનાના કેમ્પનું આયોજન કર્યું, જેમાં બાળકોને મજૂરીમાંથી મુક્ત કરી શાળાએ મોકલવાની તૈયારી કરવામાં આવી. ઈ.સ.૧૯૯૧ માં તેમણે પોતાનો વિચાર પરિવાર સમક્ષ રજૂ કર્યો અને તેમના દાદાજીનાં નામ પર એક સંસ્થા સ્થાપિત કરી. એ સ્થાનું નામ "મામિડીપુડી વેંકટરમૈયા ફાઉન્ડેશન" રાખવામાં આવ્યું. આ સંસ્થાનું લક્ષ્ય સમગ્ર આંધ્રપ્રદેશમાં બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી શાળામાં અભ્યાસ માટે મોકલવાનું હતું. આ કાર્યની શરૂઆત રંગાડેલી જિલ્લાના ગરીબ ગામોથી કરવામાં આવી. સંસ્થાના સભ્યો ત્યાંના ગરીબ લોકોને મળી તેમના બાળકોને મજૂરી કરવાને બદલે શાળાએ અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા.
શાંતા સિન્હાએ એક કેમ્પનું આયોજન કર્યું અને એ કેમ્પમાં શાળાનાં અધ્યાપકો અને સ્થાનિક અધિકારીઓને સાથે રાખી ગરીબ લોકોને તેમના બાળકોને શાળાએ અભ્યાસ માટે મોકલવા સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યો. શાંતા સિન્હા અને તેમના સહયોગીઓની અંતે મહેનત રંગ લાવી. તેમની સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય અનુદાન મળવા લાગ્યું અને ઈ.સ.૧૯૯૭માં ૫૦૦ ગામોમાં તેમનું મિશન ચાલતું હતું. શાંતા સિન્હાએ ઈ.સ.૨૦૦૦ સુધીમાં અઢી લાખ બાળકોની અભ્યાસ માટે વ્યવસ્થા કરી, જે બાળકો પહેલાં બાળમજૂરી કરતા હતા. આ ઉપરાંત તેઓ પ્રૌઢ શિક્ષણ અભિયાનમાં પણ જોડાયેલાં હતા.
શાંતા સિન્હાને ઈ.સ.૧૯૯૯માં ‘એલર્ટ શંકર આંતરરાષ્ટ્રિય એજ્યુકેશન એવોર્ડ' અને ભારત સરકાર દ્વારા 'પદ્મશ્રી' પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. ઈ.સ.૨૦૦૩માં તેઓ રેમન મેગ્સસે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.