-
પ્રજાસત્તાક દિન
પ્રજાસત્તાક દિન
26મી જાન્યુઆરી એટલે સ્વતંત્ર ભારતનો પ્રજાસત્તાક દિન ભારત દેશ 15 ઑગસ્ટ, 1947 નાં રોજ સ્વતંત્ર થયો. દેશનું કોઈ કાયમી બંધારણ ન હતું. તેથી સુધારેલા વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 પર આધારિત કાયદાઓનો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જ નાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો તે સમયે દેશના સર્વોચ્ચ પદે ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન હતા. સ્વતંત્રતા બાદ 29 ઑગસ્ટ, 1947 ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ. આંબેડકર ના વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને 4 નવેમ્બર, 1947નાં રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણસભાનું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું, જે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલ્યું. કેટલાયે વિચાર વિમર્શ, ઠરાવો પછી હિંદી અને અંગ્રેજી માં તૈયાર થયેલ બંધારણની બે હસ્તલેખિત નકલો પર બંધારણ સભાએ 24 જાન્યુઆરી, 1950 ના રોજ હસ્તાક્ષર કર્યા. બે દિવસ પછી ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું.
ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, 1950થી અમલમાં આવ્યું અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા આ દિવસથી જ ભારતના સૌથી મોટા લોકશાહીનો વહીવટ પ્રજાના હાથમાં મૂકાયો ખરા અર્થમાં ભારત દેશ પ્રજાસત્તાક બન્યો. 26 જાન્યુઆરી, 1950 ના દિવસે ભારતનું સંવિધાન લાગુ પાડવામાં આવ્યું, તે પહેલાં પણ 26મી તારીખનું મહત્વ હતું. 31 ડિસેમ્બર, 1931 ની મધ્યરાત્રિએ રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા આ દિવસે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહી મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે. આ બધા સંઘર્ષે સાથે અનેક મહાન નાયકોએ એ સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે બલિદાન આપવું પડયું હતું. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી. આ અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર 26 જાન્યુઆરી, 1930 સુધી ડોમિયન્ડટ સ્ટેટનો દરજ્જો આપવા તૈયાર ન થાય. તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે.
અંગ્રેજોએ દેશની આઝાદી માટે કોઈ જ પગલાં ન ભરતાં દેશમાં પૂર્ણસ્વતંત્ર રાજનો નારો ગૂંજી ઉઠ્યો હતો. પૂર્ણસ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્રભક્તિની લહેર ઊભી થઈ ગઈ હતી. એથી લાહોર અધિવેશન મુજબ 26મી જાન્યુઆરી ને દર વર્ષે પૂર્ણસ્વરાજ દિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી આપણા દેશને 1947માં આઝાદી ન મળી ત્યાં સુધી 26મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહ્યો હતો. 26મી જાન્યુઆરી, 1950 ભારતનાં ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે, તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આ દિવસે ભારત પૂર્ણગણતંત્ર સંચલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધીજી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન સાકાર થયું. તેથી જ 26મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો. અને ત્યારથી જ આ દિવસ ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે માનભેર ઉજવાય છે.
આ દિવસની ઉજવણી દેશના લોકો તેમજ વિદેશમાં રહેતા ભારતીયો માટે મહાન સન્માન છે. આ દિવસ તમામ ભારતીયો માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. આ દિવસે શાળા, કોલેજો, જાહેર સ્થળો તેમજ તમામ સરકારી કચેરીઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધ્વજવંદન કરવામાં આવે છે. બંધારણના ઘડવૈયાઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અપાય છે. દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્લીના રાજપથ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરવવામાં આવે છે. વિજયચોકથી શરૂ થયેલી પરેડ રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે. દેશના સૈનિકો વિવિધ પ્રકારનાં શસ્ત્રો, મિસાઈલ, ટેકો, હવાઇ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે. રાષ્ટ્રપતિને સલામ કરે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે અને વિશ્વાસ અપાવે છે કે તેઓ આપણું રક્ષણ કરવા સક્ષમ છે. વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, ડ્રેસ, રિવાજો, ઔધોગિક અને સમાજમાં આવેલ પરિવર્તનની તસવીર રજૂ કરવામાં આવે છે.
પ્રજાના હાથમાં સત્તા એટલે લોકશાહી. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી જ ચાલતું શાસન. 26મી જાન્યુઆરી, 1950 ના દિનથી બંધારણ પ્રમાણે આપણને બધી રીતે સ્વતંત્રતા મળી છે. લોકશાહીના તમામ અધિકારો પ્રાપ્ત થયા છે.