-
રતન તાતા જન્મજયંતી
રતન તાતા જન્મજયંતી
રતન તાતા કે રતન ટાટા (૨૮ ડિસેમ્બર ૧૯૩૭ - ૯ ઓક્ટોબર ૨૦૨૪) એક ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી હતા, જેમણે ૧૯૯૦થી ૨૦૧૨ સુધી તાતા ગ્રુપ અને તાતા સન્સના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ ઓક્ટોબર ૨૦૧૬થી ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ભારત સરકારે વર્ષ ૨૦૦૦માં તેમને પદ્મભૂષણ અને ૨૦૦૮માં પદ્મવિભૂષણ નાગરિક સન્માન એનાયત કર્યાં હતા.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈમાં, એક પારસી જરથોસ્તી પરિવારમાં થયો હતો. તેઓ નવલ તાતાના પુત્ર હતા, જેમનો જન્મ સુરતમાં થયો હતો અને બાદમાં તેમને તાતા પરિવારમાં દત્તક લેવામાં આવ્યા હતા. તાતાએ ૮મા ધોરણ સુધી કેમ્પિયન સ્કૂલ, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમણે મુંબઈની કેથેડ્રલ અને જોન કોનોન સ્કૂલ, શિમલાની બિશપ કોટન સ્કૂલ અને ન્યૂયોર્ક સિટીની રિવરડેલ કન્ટ્રી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો, જ્યાંથી તેમણે ૧૯૫૫માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતો. સ્નાતક થયા બાદ, તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાંથી તેમણે ૧૯૫૯માં આર્કિટેક્ચરમાં સ્નાતકની પદવી મેળવી હતી. કોર્નેલમાં હતા ત્યારે તેઓ આલ્ફા સિગ્મા ફી ફેટરટી ((ΑΣΦ))ના સભ્ય બન્યા હતા. ૨૦૦૮માં, તેમણે કોર્નેલને ૫ કરોડ યુએસ ડોલરની ભેટ આપી હતી, જે યુનિવર્સિટીના ઇતિહાસનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય દાન ભંડોળ હતું. તેઓએ જમશેદજી તાતા દ્વારા સ્થાપિત બહુશાખીય કંપની સમૂહ તાતા જૂથના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. પોતાના ૭૬મા જન્મદિવસે તેમણે જૂથનું ચેરમેનપદ છોડીને સાયરસ મિસ્ત્રીને સોંપ્યું હતું. અલબત્ત તેમને જૂથનાં માનદ્ ચેરમેનપદે ચાલુ રાખવામાં આવ્યા હતા.
અંગત જીવન
રતન તાતાએ ક્યારેય લગ્ન કર્યા ન હતા અને તેમને કોઈ સંતાન નહોતું. ૨૦૧૧માં એક મુલાકાતમાં રતન તાતાએ જણાવ્યું હતું કે, "હું ચાર વખત લગ્ન કરવાની નજીક પહોંચ્યો હતો અને દરેક વખતે મેં ડરથી અથવા એક યા બીજા કારણસર પીછેહઠ કરી હતી."
અવસાન
ઉંમર સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ મુંબઇની એક હોસ્પિટલમાં સઘન સંભાળ હેઠળ હતા. ૮૬ વર્ષની ઉંમરે ૯ ઑક્ટોબર ૨૦૨૪ની મોડી રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે તેમનું નિધન થયું હતું. તાતાને ૨૦૦૬માં મહારાષ્ટ્રમાં જાહેર વહીવટમાં તેમના કાર્ય માટે 'મહારાષ્ટ્ર ભૂષણ' અને આસામમાં કેન્સરની સંભાળને આગળ ધપાવવામાં તેમના યોગદાન બદલ ૨૦૨૧માં 'આસામ વૈભવ' જેવા વિવિધ રાજ્ય નાગરિક સન્માનો પણ પ્રાપ્ત થયા છે.