રાકેશ શર્મા જન્મદિવસ
13th January

ભારતના પહેલા અવકાશયાત્રી રાકેશ શર્માનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૪૯ ના રોજ પંજાબ રાજ્યના પટિયાલા શહેરમાં દેવેન્દ્રનાથ શર્માને ત્યાં થયો હતો. વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા ઈન્ડિયન એર ફોર્સમાં ટેસ્ટ પાઈલટ હતા. બાળપણથી જ હવામાં વિમાન ઉડાડવાના સપનાં જોતા હતા. તેમણે હૈદરાબાદ ખાતે શાળાકીય અભ્યાસ કર્યો. તેમણે નિઝામ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી.

રાકેશ શર્માએ ૧૯૬૬માં એરફોર્સ કેડેટની તાલીમ લેવાની શરુઆત કરી હતી. ૧૯૭૦માં તેઓ ભારતીય હવાઈદળમાં પાઈલટ ઓફિસર તરીકે જોડાયા હતા. ૧૯૭૧માં જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે પણ તેમણે મિગ-૨૧ ઉડાવ્યું હતું. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) અને સોવિયેત સંઘના સોવિયેત ઇન્ટરકોસ્મોસના સંયુક્ત અવકાશ કાર્યક્રમ હેઠળ ૧૯૮૨માં સ્કસ્ક્વોડ્રન લીડર રાકેશ શર્માની પસંદગી કરાઇ હતી. ૩ એપ્રિલ,૧૯૮૪ના રોજ સોયુઝ ટી-૧૧ અવકાશયાન દ્વારા રાકેશ શર્માએ અવકાશ તરફ પ્રયાણ કર્યું હતું. તેમણે અવકાશમાં 8 દિવસ,૨૧ કલાક અને ૪૦ મિનિટનો સમય ગાળ્યો હતો અને અને આ સિદ્ધિ મેળવતાની સાથે જ તેમનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થઈ ગયું.

ઇન્ડિયન એર ફોર્સના આ અધિકારીએ ૧૯૮૪માં અવકાશમાં પગ મૂકીને ઇતિહાસ સર્જ્યો. સોયુઝ ટી-૧૧માં અવકાથી મુસાફરી દરમિયાન રાકેશ શર્માએ ઉત્તર ભારતના હિમાલય પર્વતમાળામાં સ્થપાયેલા જળવિધુત મથકોની મિલ્ટ સ્પેલ ફોટોગ્રાફી કરી. રાકેશ શર્મા અવકાશમાં પગ મૂકનારા પ્રથમ ભારતીય અને વિશ્વના ૧૩૮મા પ્રવાસી બન્યા. તેઓ ભારતીય વાયુ સેનામાંથી વિંગ કમાન્ડરના પદેથી નિવૃત્ત થયા. 

અવકાશમાંથી પરત કર્યા બાદ રાકેશ શર્માને "સોવિયેત સંઘના હીરો'નું બિરુદ અપાયું. ભારત સરકારે તેમને સર્વોચ્ચ વીરતા પુરસ્કાર "અશોક ચક્ર"થી સન્માનિત કર્યા. નવેમ્બર, ૨૦૦૯માં ઇસરોએ યોજેલા ભારતના ટોચના વિજ્ઞાનીઓના સંમેલનમાં રાકેશ શર્માએ ભાગ લીધો હતો.