-
રાષ્ટ્રીય ખેલ દિન
રાષ્ટ્રીય ખેલ દિન
29th August
દેશના તેજસ્વી હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ની યાદમાં ભારત દેશમાં દર વર્ષે 29 ઑગસ્ટ ને ‘રાષ્ટ્રીય ખેલ દિન' તરીકે ઉજવવામાં આવે છે.
ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ, 1905 ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે થયો હતો. તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. ધ્યાનચંદને બાળપણથી કુસ્તીબાજ બનવું હતું પણ સોળ વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાઇ ગયા. મેજર તિવારી ની સલાહથી તેઓ હોકી તરફ ખેંચાયા. તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી તેઓ હોકી રમતાં શીખ્યા હતા. ટૂંક સમયમાં જ 'બોલ ડ્રિબલિંગ' અને ‘ગોલ સ્કોરિંગ’ માં નિષ્ણાત બની ગયા અને ભારતીય હોકી ટીમના કેપ્ટન બન્યા. ધ્યાનચંદે તેમની કારકિર્દીમાં પ્રભાવક પ્રદર્શન કરતાં 400 થી પણ વધુ ગોલ નોંધાવી હોકીની રમતમાં સમગ્ર વિશ્વમાં નામના મેળવી. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં 1923, 1932, 1936 માં સળંગ ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી, તેનું શ્રેય ધ્યાનચંદની જાદુઈ રમતને આભારી હતું. તેમની બોલ કંટ્રોલ માસ્ટરીને લીધે તેમને "ધ વિઝાર્ડ" (જાદુગર) એવું ઉપનામ મળ્યું હતું. 1956 માં તેમની વિશિષ્ટ સિદ્ધિ બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ તેમના ફોટોગ્રાફવાળી ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.
'રાષ્ટ્રીય ખેલદિન' નું મહત્વ અનેરું છે. આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ દેશવ્યાપી રમતો અને રમતગમતની ભાવનાને વિકસાવવાનો છે. આ ઉજવણીનો હેતુ ખેલકૂદને ઉત્તેજન આપવા અને રમતગમત પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે. તેના દ્વારા યુવાપેઢીમાંથી શ્રેષ્ઠતા બહાર લાવીને વિવિધ પ્રતિભાશાળી ખેલાડીઓ મેળવી શકાય છે અને યુવાનોને રોજગારી પૂરી પાડી શકાય છે. વળી, રમતગમત શિક્ષણનો પણ મહત્વનો ભાગ છે, તેનાથી શારીરિક અને માનસિક એમ બંને પ્રકારે સ્વસ્થ રહી શકાય છે. ઉપરાંત તેના દ્વારા વ્યક્તિમાં ખેલદિલી, સહકાર, નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે.