-
રાષ્ટ્રીય ખેડૂત દિન
રાષ્ટ્રીય ખેડૂત દિન
23rd December
દર વર્ષે 23 ડિસેમ્બર ના રોજ આપણાં દેશમાં 'રાષ્ટ્રીય ખેડૂત દિન' (National Farmers Day) ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જયંતી છે. 2001 માં કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 23 ડિસેમ્બરને 'રાષ્ટ્રીય ખેડૂત દિન' ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૌધરી ચરણસિંહનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' તરીકે ઓળખાય છે.
'રાષ્ટ્રીય ખેડૂત દિન' મહત્વપૂર્ણ છે કારણ કે, આ દિવસ કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે. આ દિવસ લોકોને ખેડૂતોની સામે આવનારા વિભિન્ન મુદ્દા અંગે જાગૃત કરવાનું કામ કરે છે. પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુરશાસ્ત્રીએ "જય જવાન જય કિસાન" નારો આપ્યો હતો.
ખેડૂતોનું દેશના વિકાસમાં મોટું યોગદાન હોય છે તેથી આપણે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ ખાસ દિવસનો હેતુ ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરવાનો જ છે. દેશમાં આ પ્રસંગે ખેડૂત જાગૃતિથી લઈને અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે. આ દિવસને ઉજવવા પાછળનો એક બીજો ઉદ્દેશ્ય એ છે કે, તે નવીનતમ શિક્ષણ સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનવાનો વિચાર આપે છે. એ જાણવું જરૂરી છે કે, આપણે ખોરાક વગર જીવી ન શકીએ અને મોટાભાગનો ખોરાક ખેડૂતોએ ઉગાડેલાં અનાજ, કઠોળ, ફળ અને શાકભાજી માંથી જ મેળવીએ છીએ. ખેડૂતો ખેતરમાં મહેનત કરીને જે ઉગાડે છે તેનાથી જ આપણું પેટ ભરાય છે. ખેડૂતો ના હોય તો આપણું અસ્તિત્વ જ ના રહે. વિભિન્ન દેશોમાં ખેડૂત દિવસ અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે.
વર્તમાન સમયમાં જગતના તાતને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત કરવાની ખૂબ આવશ્યકતા છે. જેથી કરીને તે પોતાના ઉત્પાદનોને શુદ્ધ અને સાત્વિક બનાવી શકે અને તેની સારી કિંમત ઉપજાવી શકે. સાંપ્રત સમયમાં ખેડૂતને કુદરતી ખાતરનો ઉપયોગ કરવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા ઉત્તેજન આપીએ. ઉપરાંત, સજીવ ખેતી જેવી પદ્ધતિઓ અંગે જાગૃત કરીએ, જેથી દેશ હરિયાળી ક્રાંતિ લાવવા સક્ષમ બને. સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માનનિધિ યોજના, પીએમ કુસુમ યોજના જેવી કેટલીય ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરી છે જેનો ખેડૂતોને લાભ મળી રહ્યો છે.
ભારત મુખ્યત્વે ખેતી પ્રધાન દેશ છે. દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં કૃષિ ઉત્પાદનનો ફાળો 14 થી 15 ટકા જેટલો હોય છે. આમ, ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ' દેશની સમૃદ્ધિમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.