-
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન
14th December
વિશ્વની અર્થવ્યવસ્થા ચલાવવા ઊર્જા ખૂબ જ મહત્વ પૂર્ણ માધ્યમ છે. વિવિધ ઉદ્યોગો, ફેક્ટરીઓ અને ગેજેટ્સ ચલાવવા ઊર્જાની ડગલે ને પગલે જરૂર પડે છે. સંસ્કૃતિના વિકાસની સાથે ઊર્જાનું મહત્વ માનવજાતે સમજ્યું છે. તેથી જ વિશ્વના પ્રાચીનતમ સાહિત્ય તેવા ઋગ્વેદનો પ્રારંભ ‘ૐ અગ્નિમિળે પુરોહિતમ્' મંત્રથી થાય છે. ઊર્જા વગરનું જીવન કલ્પી પણ ન શકાય એટલી હદે આપણે વિવિધ ઊર્જાસ્રોતો પર અવલંબિત છીએ. વિશ્વની અર્થવ્યવસ્થા દર વર્ષે વૃદ્ધિ પામી રહી છે. તેની સાથે ઊર્જાની માંગ પણ વધી રહી છે, જ્યારે તેની સામે ઊર્જાના અમુક સ્રોતો પુનઃઅપ્રાપ્ય અને ખૂબ જ મર્યાદિત જથ્થામાં છે. આવા સમયે આવા સ્રોતોનો જંગી વપરાશ તથા તેનો ઝડપથી ઘટી રહેલો જથ્થો જોતાં આગામી સમય માટે ઊર્જા સંરક્ષણ ખૂબ જરૂરી બન્યું છે.
દેશમાં ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા દેશના નાગરિકો ઊર્જા સંરક્ષણમાં સક્રિય ભાગ લે એ જરૂરી છે. પુનઃ અપ્રાપ્ય ઊર્જાસ્રોતોનો વપરાશ ઘટાડી લોકો પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્રોતોનો વધુ ઉપયોગ કરવા પ્રેરાય તે માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે 14મી ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન ની ઉજવણી કરવામાં આવે છે.
ભારતમાં બ્યૂરો ઓફ એનર્જી એફિસિએન્સી (BEE) દ્વારા 2001 માં ઊર્જા સંરક્ષણ કાયદો ઘડવામાં આવ્યો હતો. BEE એક વૈધાનિક સંસ્થા છે. જે ઊર્જા વપરાશ ઘટાડવા માટે નીતિઓ અને યોજનાઓ વિકસાવવામાં મદદ કરે છે.
આ દિવસનો મુખ્ય સંદેશ એ છે કે પુનઃ પ્રાપ્યનો ઉપયોગ વધારી પુનઃઅપ્રાપ્ય ઊર્જાસ્રોતોનું જતન કરવું જોઈએ.