-
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન
24th December
ભારત દેશમાં દર વર્ષે 24 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગ્રાહક દિન' અધિકાર ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય રાષ્ટ્રના દરેક ગ્રાહક તેમના અધિકારો પ્રત્યે જાગૃત બને તે છે. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન લોકોને ગ્રાહક અધિકાર ઝુંબેશના મહત્વ વિશે વધુ જાગૃત કરવાની અને દરેક ઉપભોક્તાને તેમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે વધુ સજાગ બનવાની તક પૂરી પાડે છે. સૌ પ્રથમ 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' વર્ષ 2000 માં ઉજવવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમની 16 એપ્રિલ, 1985 ની સભામાં 'યુનાઈટેડ નેશન્સ ગાઈડલાઈન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન'ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારો ઘોષિત કર્યા. તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી. ભારતીય સંસદે 'રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ - 1986' ઘડી કાઢ્યો હતો. જેને રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર, 1986 ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી. ત્યારથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 1988 ના રોજ 'ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો - 1988' અમલમાં મૂક્યા. તે મુજબ ગ્રાહક સુરક્ષા માટેની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવે છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2000 માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની જરૂરિયાત આજે પણ જણાય છે.
ગ્રાહક કોણ છે ?
ગ્રાહક તે છે, જે વસ્તુઓ અથવા સેવાઓ ખરીદે છે અને તેના બદલામાં ચૂકવણી કરે છે.
ગ્રાહકોના અધિકારો :
કાયદા હેઠળ ગ્રાહકોને છ અધિકારો આપવામાં આવ્યા છે.
(1) સલામતીનો અધિકાર
(2) માહિતી મેળવવાનો અધિકાર
(3) પસંદગી કરવાનો અધિકાર
(4) રજૂઆત કરવાનો અધિકાર
(5) ફરિયાદ નિવારણનો અધિકાર
(6) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર
ગ્રાહકોની ફરજો :
ગ્રાહકોની મુખ્ય ફરજો નીચે મુજબ છે.
(1) ગ્રાહકોએ ખરીદી વખતે ચીજવસ્તુઓ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. BIS, ISI કે 'એગમાર્ક' જેવા ગુણવત્તાનાં માનકચિહ્નોવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ.
(2) ખરીદી સમયે વસ્તુ વિશેની તમામ માહિતીચકાસી ને જ ખરીદી કરવી જોઈએ.
(૩) ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે.
(4) ગ્રાહકે ખરીદેલા માલનું કે સેવાનું પાકું બીલ તેમજ નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
(5) ગ્રાહકોએ બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને ‘સ્વૈચ્છિક ગ્રાહક મંડળો' કે 'સંગઠનો' રચવાં જોઈએ. તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ.
(6) ગ્રાહકોએ સાચી ફરિયાદ બાબતે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં રજૂઆત કે ફરિયાદ આપવી જોઈએ. ખરીદેલી વસ્તુ બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ.
(7) ખરીદી વખતે વજનનાં માપિયાં, વજનકાંટો, તોલમાપનાં સાધનો બરાબર છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ.
ફરિયાદ નિવારણના ઉપાયો:
ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે થયેલી ફરિયાદ નિવારણના ઉપાયો ચાર પ્રકારે હાથ ધરવામાં આવે છે. જે નીચે મુજબ છે.
1) ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો : રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારા 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ'ની રચના કરી છે. તે જ રીતે રાજ્યકક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. આ કમિશન હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો અને ધારાધોરણો ઘડવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે. જે નીચે મુજબ છે.
(A) જિલ્લા મંચ (જિલ્લા ફોરમ)
(B) રાજ્ય કમિશન ( રાજ્ય ફોરમ)
(C) રાષ્ટ્રીય કમિશન (રાષ્ટ્રીય ફોરમ)
2) ગ્રાહક મંડળો (ગ્રાહક સુરક્ષા પરિષદો)
3) જાહેર વિતરણ પ્રણાલી
4) તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર કોઈપણ ગ્રાહક ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા, કાયદા અંગે વિશેષ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ગુજરાત રાજ્યના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-114000 પર સંપર્ક કરી શકે છે.
જાગો ગ્રાહક જાગો ઝુંબેશ. માણસ જન્મતાંની સાથે એક ગ્રાહક બની જાય છે. રોજ સવાર પડતાંની સાથે આપણે આપણા ઉપયોગ માટેની વસ્તુઓની ખરીદી કરીએ છીએ, ત્યારે કેટલીક વખતે છેતરપિંડીનો ભોગ પણ બનીએ છીએ. ગ્રાહક સુરક્ષા બાબતોના વિભાગ દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ જાગો ગ્રાહક જાગો પણ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે સરકારે ગ્રાહક માહિતી અને શિક્ષણ માટે પ્રિન્ટ મીડિયા જાહેરાતો, ઑડિયો ઝુંબેશ અને વીડિયો ઝુંબેશ દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે.