-
લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ
લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ
11th January
લાલ બહાદુર શાસ્ત્રી ભારતના રાજનીતિજ્ઞ હતા. તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા. 1964 થી 1966 સુધી તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી.
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર, 1904 ના રોજ ઉત્તરપ્રદેશના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર (મુગલસરાય)માં થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીના પિતાનું નામ શારદાપ્રસાદ અને માતાનું નામ રામદુલારીદેવી હતું. તેમના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. 1928માં તેમનાં લગ્ન લલિતાદેવી સાથે થયાં હતાં. લાલ બહાદુર શાસ્ત્રી સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ ભારત સેવક સંઘમાં જોડાયા. દેશસેવાનું વ્રત લેતાં તેમણે અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શરૂઆત કરી. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની જિંદગી સમર્પિત કરી દીધી. ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં એમની ભાગીદારીને કારણે તેમને ઘણીવાર જેલમાં જવું પડ્યું. જેમાં 1920 ની અસહકારની ચળવળ અને 1941 નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતાં.
સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી શાસ્ત્રીજીને ઉત્તરપ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ પરિવહન મંત્રી બન્યા હતા. પરિવહન મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમવાર મહિલાને બસ-કંડક્ટર તરીકે નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. 1951 ના વર્ષમાં પંડિત જવાહરલાલ નેહરુ ના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે 1952, 1957 તેમજ 1962 ની ચૂંટણીઓમાં પોતાના પક્ષને ભારે બહુમતી સાથે વિજય અપાવવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો.
તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું 27 મે, 1964 ના રોજ અવસાન થયા બાદ શાસ્ત્રીજીએ 9 જૂન, 1964 ના રોજ પ્રધાનમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો.
લાલ બહાદુર શાસ્ત્રીજી શ્વેતક્રાંતિ માટે પણ ભારતમાં પ્રખ્યાત છે. ભારતમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ જેને ટૂંકમાં NDDB તરીકે ઓળખવામાં આવે છે, તેની સ્થાપના તેમના શાસનકાળમાં થઈ હતી. શ્વેતક્રાંતિની મદદથી શાસ્ત્રીજીએ ભારતને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવ્યું. તેઓ હરિતક્રાંતિ ના પ્રણેતા હતા, તે સમયમાં ભારતમાં અન્નની અછત રહેતી હતી ત્યારે શાસ્ત્રીજીએ દરેક ભારતીયોને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું આહવાન કર્યું હતું અને હરિતક્રાંતિ યોજીને ભારતને અન્નની બાબતમાં આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો.
લાલ બહાદુર શાસ્ત્રીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે સમગ્ર ભારત આદરપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ 1966 માં ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન, જય કિસાન" નારો આપ્યો હતો.