-
ખુદીરામ બોઝ પુણ્યતિથિ
ખુદીરામ બોઝ પુણ્યતિથિ
11th August
ભારતમાં ઘણા બધા દેશભક્તો અને ક્રાંતિકારીઓ થઈ ગયા. ભારતમાતાની આઝાદી માટેના સંગ્રામમાં રણે ચડેલા નાની ઉંમરના વ્યક્તિ પૈકી એક ખુદીરામ બોઝ હતા. ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889 ના રોજ બંગાળના મેદનીપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનાથ અને માતાનું નામ લક્ષ્મીપ્રિયાદેવી હતું. તેમના પિતા નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેઓ 6 વર્ષના હતા ત્યારે તેમની માતા અને બીજા વર્ષે પિતાનું અવસાન થયું હતું. તેઓ તેમની મોટી બહેનને ત્યાં ઉછર્યા હતા. તેઓ ધોરણ 9માંથી અભ્યાસ છોડીને સ્વદેશી ચળવળમાં ભાગ લેવા માંડ્યા. આ દરમિયાન સત્યેન્દ્ર બોઝ ના સંપર્કમાં આવવાથી તેઓ ક્રાંતિકારી જૂથમાં જોડાયા. તેમણે ભગવદ્ ગીતા, મેઝિની અને ગેરિબાલ્ડીનાં જીવનચરિત્રો,ફ્રાંસની ક્રાંતિનો અભ્યાસ કર્યો હતો.
‘સોનાર બાંગલા' નામની અંગ્રેજો સામે વિદ્રોહ પૂરતી પત્રિકા વેચતાં 28 ફેબ્રુઆરી, 1906 ના રોજ પોલીસે મિદનાનપુરમાં તેમની ધરપકડ કરી ત્યારે તેઓ પોલીસને ઘાયલ કરીને ત્યાંથી નાસી ગયા હતા. 6 ડિસેમ્બર, 1907 ના રોજ નારાયણગઢ સ્ટેશન પર બંગાળ ગવર્નર ની સ્પેશિયલ ટ્રેન પર બોમ્બ ફેંક્યો પણ કમનસીબે ગવર્નર બચી ગયો. 1908 માં વોટ્સન અને બેમિફલ્ટ ફુલર નામના બે અંગ્રેજ અધિકારીને મારી નાખવાના પ્રયાસમાં પણ તેઓ સંકળાયેલા હતા. આ બંને કેસમાં ખુદીરામ બોઝની ધરપકડ કરવામાં આવી પણ પુરાવાના અભાવે તેઓ બચી ગયા. ‘યુગાન્તર' નામના ક્રાંતિકારી ગ્રુપે કિંગ્સફોર્ડ ની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને તે કામ ખુદીરામ બોઝ ને અને પ્રફુલ ચાકી ને સોંપવામાં આવ્યું બોમ્બ અને પિસ્તોલ લઇ આ નરબંકાઓ નીકળી પડ્યા. મુઝફરપુર માં બે દિવસ કિંગ્સફોર્ડની હિલચાલ પર નજર રાખી અને 30 એપ્રિલ, 1908 ની રાતે તેમની બગી ઉપર બોમ્બ ફેંક્યો પણ કમનસીબે કિંગ્સફોર્ડના પત્ની કેનેડી અને પુત્રી મરણ પામ્યા અને કિંગ્સફોર્ડ બચી ગયો. ખુદીરામ બોઝ પકડાઈ ગયા અને પ્રફુલ ચાકીએ પોતાને ગોળી મારીને શહીદી વહોરી લીધી. પકડાયેલ ખુદીરામ બોઝને મૃત્યુદંડની સજા કરવામાં આવી.
11 ઑગસ્ટ, 1908 ના રોજ અંગ્રેજ સરકારે ખુદીરામને મુઝફરપુરની જેલમાં ફાંસીની સજા આપી. જ્યારે ફાંસી લટકાવવામાં આવ્યા ત્યારે ખુદીરામ બોઝ હાથમાં ગીતા રાખીને ત્રણવાર 'વંદેમાતરમ્' ના નારા લગાવી ખુશી ખુશી ફાંસીએ ચડ્યા. દેશ માટે શહીદ થનાર ખુદીરામ બોઝ ભારતવાસીઓના હૃદયમાં આજે પણ બિરાજમાન છે.