-
વિશ્વ સાક્ષરતા દિન
વિશ્વ સાક્ષરતા દિન
08th September
પ્રતિ વર્ષ 8 સપ્ટેમ્બર ને 'વિશ્વ સાક્ષરતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની જાહેરાત યુનેસ્કો દ્વારા 16 નવેમ્બર, 1965 ના દિવસે કરવામાં આવી હતી. તે અન્વયે આ દિવસની ઉજવણી 1966 થી કરવામાં આવે છે.
સતત વિકસતા વિશ્વમાં સાક્ષરતાનું મહત્વ બહુ પહેલાંથી સ્વીકારવામાં આવ્યું છે. સાક્ષરતા વિના જીવનની ગુણવત્તા સંભવ નથી. માનવ વિકાસ સાથે તેના અધિકારો તેમજ સમાજ પ્રત્યેના તેના કર્તવ્યની અનુભૂતિ માટે સાક્ષર થવું નિતાન્ત આવશ્યક છે. સદર બાબત ધ્યાનમાં રાખી વિશ્વ કક્ષાએ તમામ દેશની સરકારો અને સામાન્ય જનસમૂહમાં જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અહીં સાક્ષરતાનો અર્થ માત્ર લખતાં વાંચતાં શીખવું એટલો મર્યાદિત માનવાનો નથી. અહીં દરેક સાક્ષર વ્યક્તિ જીવસૃષ્ટિના અધિકારો પ્રત્યે જાગૃત રહે અને સમાજના વિકાસનો આધાર બને તે જરૂરી હોવાનું સ્વીકારવામાં આવ્યું છે.
ભારત જેવા રાષ્ટ્ર માટે સંપૂર્ણ સાક્ષરતા હજુ હાંસલ કરી શકાઈ નથી. સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં વિકાસના ધીમા દરનું કારણ પણ સાક્ષરતાનો અભાવ હતો. ઉપરાંત તે પછી સાક્ષરતા દરનો વધારો પણ ધીમો રહ્યો હતો. લોકશાહી પદ્ધતિમાં જ્યાં લોકો સર્વોપરી હોય ત્યાં તેની સફળતા માટે સાક્ષરતા અનિવાર્ય બની જાય છે. આપણા શાસ્ત્રો તેમજ સાહિત્યકારો પણ વ્યક્તિને શિક્ષિત કરવા ઉપર ભાર મૂકે છે. એક સુભાષિત છે કે,
"અંધ અને અજ્ઞ તેમાં ઓછો શાપિત આંધળો.
એકાંગે પાંગળો અંધ અજ્ઞ સર્વાંગે પાંગળો."
'વિદ્યાદાન' શબ્દ પણ સાક્ષરતાના પ્રચાર પ્રસારને દિવ્યતા આપે છે. કોઈ વ્યક્તિને માત્ર લખતાં વાંચતાં શીખવવામાં આવે તો પણ તેના જીવનમાં અત્યંત સહાયતા પ્રાપ્ત થાય છે. હાલના સમયમાં વિવિધ ઉપકરણોથી માનવજીવન સમૃદ્ધ બન્યું છે. મોબાઈલ, કમ્પ્યૂટર, ઓનલાઇન ખરીદ-વેચાણ જેવાં ક્ષેત્રો વિસ્તરતાં જાય છે. તેનો સાર્થક ઉપયોગ કરવા માટે વીજાણું સાક્ષરતા (Digital Literacy) ની પણ આવશ્યકતા ઉભી થઈ છે. આ ક્ષેત્રોમાં પણ દરેક વ્યક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરે તે જરૂરી છે. અલબત્ત આ વિષયમાં પણ સૌ પ્રથમ સાક્ષર થવું એ પાયાની શરત રહેલી છે.
સાક્ષરતા દિનના દિવસે સમગ્ર ગામ, નગર, મહોલ્લાને સાક્ષર બનાવવાનો સંકલ્પ કરી તે દિશામાં કાર્યરત થવાય તે એની ઉત્તમ ફળશ્રુતિ બની રહેશે.