-
હરિવંશ રાય બચ્ચન પુણ્યતિથિ
હરિવંશ રાય બચ્ચન પુણ્યતિથિ
હિંદી ભાષાના પ્રસિદ્ધ કવિ અને લેખક હરિવંશરાય બચ્ચનનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૦૭ ના રોજ અલ્હાબાદના કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને માતાનું નામ સરસ્વતી દેવી હતું. તેમને બાળપણમાં 'બચ્ચન' કહેવાતા, જેનો શાબ્દિક અર્થ 'બાળક' થાય છે. પાછળથી તેઓ આ નામથી પ્રખ્યાત થયા. તેમણે કાયસ્થ પાઠશાળામાં ઉર્દૂ અને પછી હિન્દીનો અભ્યાસ કર્યો. તેમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યના જાણીતા કવિ ડબલ્યુ.બી.યીટ્સની કવિતાઓ પર સંશોધન કરીને પીએચ.ડી. પૂર્ણ કર્યું હતું.
૧૯૨૬માં,૧૯ વર્ષની વયે, તેમણે શ્યામા બચ્ચન સાથે લગ્ન કર્યા, જે તે સમયે ૧૮ વર્ષના હતા. પરંતુ શ્યામાનું ટી.બી.થી ૧૯૩૭માં અવસાન થયું હતું. પાંચ વર્ષ પછી ૧૯૭૧માં, બચ્ચને એક પંજાબી તેજી સુરી સાથે લગ્ન કર્યાં, જે રંગભૂમિ અને ગાયન સાથે સંકળાયેલા હતા. તે જ સમયે, તેમણે 'નીડ કા નિર્માણ ફિર' જેવી કવિતાઓ રચના કરી. તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા. આકાશવાણીમાં સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા હતા. તેઓ આત્મકેન્દ્રિત કવિ હતા.
આજે પણ માત્ર હિંદી ભાષાના જ નહીં, પરંતુ દેશના સર્વશ્રેષ્ઠ કવિઓમાં હરિવંશરાય બચ્ચનનું સ્થાન રહેલું છે. પાછળથી તેઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયના હિન્દી વિશેષજ્ઞ રહ્યાં હતા. તેઓ રાજ્યસભાના નામાંકિત સભ્ય હતા. હરિવંશરાય બચ્ચનના પુત્ર અમિતાભ બચ્ચન સુપ્રસિદ્ધ અભિનેતા છે.
હરિવંશરાય બચ્ચનની પ્રસિદ્ધ કૃતિ 'મધુશાલા' છે અને બીજી અન્ય રચનાઓ 'નિશા નિમંત્રણ', 'એકાંત સંગીત' છે. તેમની કૃતિ 'દો ચટ્ટાને' ને હિન્દી કવિતા માટે ૧૯૬૮માં સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો. તે જ વર્ષે તેમને સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ અને એકો-એશિયન સંમેલનનો કમળ પુરસ્કાર પણ મળ્યો હતો. બિરલા ફાઉન્ડેશને તેમની આત્મકથા માટે તેમને સરસ્વતી સન્માનથી નવાજ્યા હતા. ભારત સરકાર દ્વારા ૧૯૭૬માં તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે 'પદ્મ ભૂષણ' એનાયત કરાયો હતો. ૨૦૦૨ ના શિયાળાથી તેમની તબિયત લથડવાની શરૂ થઈ. જાન્યુઆરી ૨૦૦૩થી તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. વધુ પડતાં કષ્ટને લીધે તેમજ શ્વસન બિમારીને કારણે ૧૮ જાન્યુઆરી, ૨૦૦૩ ના રોજ મુંબઇમાં તેમનું અવસાન થયું.