-
ડૉ. હરગોવિંદ ખુરાના જયંતી
ડૉ. હરગોવિંદ ખુરાના જયંતી
09th January
હરગોવિંદ ખુરાનાનો જન્મ 9 જાન્યુઆરી, 1922 માં રાયપુર ગામમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે. તેમના પિતા ગણપતરાય ખુરાના બ્રિટિશ શાસનમાં ક્લાર્ક હતા. પાંચ ભાઈ-બહેનોમાં ખુરાના સૌથી નાના હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના પિતાએ પોતાનાં સંતાનોના શિક્ષણ ઉપર ભાર આપ્યો. જ્યારે ખુરાના 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં તેમના મોટાભાઇએ તેમના શિક્ષણની જવાબદારી સ્વીકારી લીધી. પરિણામે તેમનું ભણવાનું ચાલુ રહ્યું. તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એસસી.ની ડિગ્રી મેળવી. એ દરમિયાન તેમને ભારત સરકારની શિષ્યવૃત્તિ મળી. તેથી આગળનો અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ડૉક્ટરેટની ઉપલબ્ધિ મેળવ્યા બાદ તેઓ સંશોધનકાર્યમાં જોડાયા.
1951માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ગયા. ત્યાં એલેક્ઝાન્ડર ટાડની સાથે ન્યૂક્લિક એસિડ પર શોધ કરવાનું શરૂ કર્યું હતું. સ્વિટ્ઝર્લેન્ડની સ્વિસ ફેડર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત એસ્નેક એલિઝાબેથ સાથે થઇ. તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્નબાદ બ્રિટિશ કોલંબિયાના પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયમાં કામ કરવા માટે તેઓ કેનેડા જતા રહ્યા. ત્યાં તેમણે ફોસ્ફેટ એસ્ટર અને ન્યૂક્લિક ઍસિડમાં કાર્ય કર્યું. એ પછી હંમેશ માટે અમેરિકા જઇને વસી ગયા. ડૉ. ખુરાનાએ વિશ્વમાં પહેલા કૃત્રિમ જીનનું નિર્માણ કર્યું. તેમણે આનુવંશિક્તામાં જે કામગીરી કરી એને આજે પણ આધારરૂપ માનવામાં આવે છે.
ડૉ. ખુરાનાએ જીવરસાયણશાસ્ત્રનાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધન કર્યું છે. પ્રોટીન, પેપ્ટાઇડ, કોએન્ઝાઇમ-A ન્યૂક્લિયોટાઇડ, પૉલિન્યૂક્લિયોટાઇડ અને ફૉસ્ફેટ એસ્ટર અણુઓના બંધારણ નક્કી કરવામાં તેઓ સફળ નીવડ્યા હતા. વિશેષ કરીને ન્યૂક્લિક ઍસિડ શૃંખલાનું સંશ્લેષણ કરવામાં તેમણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.
ડૉ. ખુરાનાને દેહધર્મ વિદ્યા (Psychology) ઔષધ વિજ્ઞાન (Medicine)માં સંશોધન માટે 1968 નું નોબેલ પારિતોષિક એનાયત થયું. તે ઉપરાંત માર્ક પારિતોષિક (1958, કૅનેડા), પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેનેડિયન પબ્લિક સર્વિસીસનો સુવર્ણચંદ્રક (1960), ગટિન્જન એકેડેમી ઑફ સાયન્સીસનું હાઇમાન પારિતોષિક (1967) વગેરે એનાયત કરીને તેમણે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે પણ તેમને 'પદ્મવિભૂષણનો' ખિતાબ એનાયત કર્યો છે. તેમના મૃત્યુ (9 November, 2011) સુધી તેઓ અમેરિકામાં સ્થાયી રહીને સંશોધન કરતા રહ્યા હતા.