-
સ્વામી વિવેકાનંદ જયંતી (રાષ્ટ્રીય યુવા દિન)

12th January
સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતના નિર્માતા પૈકીનાં એક એવા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેની અનેક શાખાઓ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌ પ્રથમ 1984 ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી 'રાષ્ટ્રીય યુવા દિન' તરીકે ઉજવવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદ 19મી સદીના સંત શ્રી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા. તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે. તેમને 19મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વ કક્ષાએ આદર અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક વિશ્વમાં હિન્દુ ધર્મને સ્વીકૃત બનાવવામાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન મુખ્ય ગણવામાં આવે છે. તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં 1893 માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેઓના પ્રવચનની શરૂઆત તેમણે "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન કરેલું તેમજ આ પ્રવચનથી તેઓ વ્યક્તિ વિશેષ તરીકે વિશ્વ પ્રસિદ્ધ બન્યા હતા.
બાળપણથી જ તેમને આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગની લાગી હતી. ઇશ્વરનાં દર્શન કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા. આખરે તેમના શિષ્ય બની ગયા. પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. પ્રખર વક્તા તરીકે સ્વામી વિવેકાનંદે અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. ભારત પરત આવીને 1987માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશનની સ્થાપના કરી. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડયો હતો.
સ્વામી વિવેકાનંદ એક મહાન આધ્યાત્મિક વ્યક્તિ અને ફિલોસોફર હતા. તે વૈશ્વિક આધ્યાત્મિકતા, સંવાદિતા, વૈશ્વિક ભાઈચારો અને સમગ્ર વિશ્વમાં શાંતિ ઇચ્છતા હતા. તેમનું શિક્ષણ અને ફિલસૂકીનો વર્તમાન સમયમાં પણ અસ્તિત્વ ધરાવે છે અને આધુનિક યુગના યુવાનોને માર્ગદર્શન આપે છે. તેમણે યુવાનોને પ્રેરણારૂપ સંદેશ આપેલો કે " ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો". 4 જુલાઈ, 1902 ના રોજ બેલુર મઠ ખાતે ધ્યાનની અવસ્થામાં તેમનું અવસાન થયું. માત્ર 39 વર્ષની ટૂંકી વયમાં હિંદુ ધર્મ, સમાજસેવા અને દેશ માટે તેઓ ઘણું બધુ કાર્ય કરીને ગયા.
સ્વામી વિવેકાનંદે સ્થાપેલી સંસ્થાઓ તેમના શિક્ષણ અંગેના વિચારો અને ફિલસૂકીનો ફેલાવો કરી રહી છે. જે સમાજ અને રાષ્ટ્રની સુધારણા માટે કામ કરી રહી છે. તેમણે વેદાંત અને ઘણી સામાજિક સેવાઓનો પ્રચાર-પ્રસાર કર્યો. તેઓ વિશ્વના યુવાનો માટે કાયમ પ્રેરણારૂપ બની રહેશે.