-
લાલા લજપતરાય જયંતી
લાલા લજપતરાય જયંતી
લાલા લજપતરાય ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ "પંજાબ કેસરી" તરીકે પણ ઓળખાતા હતા.
લાલા લજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા ધુડીકે ગામમાં 28 જાન્યુઆરી, 1865 ના રોજ થયો હતો. લાલા લજપતરાયના પિતાનું નામ મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ અને માતાનું નામ ગુલાબદેવી અગ્રવાલ હતું. તેમની પત્નીનું નામ રાધાદેવી અગ્રવાલ હતું. તેમના પિતા મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં શિક્ષક હતા. 1870 માં તેમના પિતાની બદલી રેવારી ખાતે થતાં તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની સરકારી શાળામાં થયું. લાલા લજપતરાયે વકીલાતના અભ્યાસ માટે લાહોર ના સરકારી વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમનો પરિચય લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા દેશભક્ત અને ભવિષ્યના સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે થયો. લાહોર ખાતેના અભ્યાસ દરમિયાન જ દયાનંદ સરસ્વતી ના હિંદુ સુધારણા આંદોલન થી પ્રભાવિત થઈ આર્ય સમાજના સભ્ય બન્યા ઉપરાંત લાહોર સ્થિત આર્થ ગેજેટના સંસ્થાપક સંપાદક બન્યા.
1884 માં તેમના પિતાની બદલી રોહતક ખાતે થતાં અભ્યાસ પૂર્ણ કરી તેઓ પણ રોહતક આવી ગયા. 1886 માં હિસારમાં વકીલાત શરૂ કરી. અહીં તેમણે બાબુ ચૂડામણે સાથે મળીને હિસાર બાર કાઉન્સિલની સ્થાપના કરી. બાળપણથી જ દેશસેવા કરવાની ઇચ્છા હતી આથી દેશને વિદેશી શાસનથી મુક્તિ અપાવવાની પ્રતિજ્ઞા લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આર્ય સમાજની હિસાર શાખાની સ્થાપના કરી 1888 અને 1889 માં કોંગ્રેસના અલ્હાબાદ અધિવેશનમાં હિસારના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. 1892 માં તેઓ લાહોર ઉચ્ચ ન્યાયાલય ખાતે વકીલાત માટે લાહોર ચાલ્યા ગયા.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થવા બદલ તથા પંજાબના રાજનૈતિક આંદોલનમાં ભાગ લેવા બદલ લાલા લજપતરાયને 1907 માં કોઇ પણ પ્રકારનો અદાલતી ખટલો ચલાવ્યા વિના જ બર્મા (હાલ મ્યાનમાર) ખાતે દેશનિકાલ કરવામાં આવ્યા. પરંતુ તેમની વિરુદ્ધ પૂરતા પુરાવાઓના અભાવે નવેમ્બર, 1907 માં વાઇસરોય લોર્ડ મિન્ટોએ તેમને ભારત પાછા ફરવાની અનુમતિ આપી. તેઓ 1920 ના કલકત્તા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા. લાલા લજપતરાયે 'ધી પંજાબી અને 'ધી પ્યુપિલ' વર્તમાનપત્રો શરૂ કર્યા હતા.
1928 માં અંગ્રેજ સરકારે ભારતની રાજનૈતિક પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે જહોન સાઇમન ના વડપણ હેઠળ એક તપાસ પંચની રચના કરી. પંચના સભ્યોમાં એક પણ ભારતીય ન હોવાના કારણે ભારતીય રાજનૈતિક દળોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. કમિશનના વિરોધમાં દેશવ્યાપી આંદોલનો થયા. લાહોરમાં શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન અંગ્રેજો દ્વારા લાઠીચાર્જ થતા ગંભીર રીતે ઘવાયેલા લાલા લજપતરાયનું 17 નવેમ્બર, 1928 ના રોજ અવસાન થયું.